નવી દિલ્હીઃ સુપરસ્ટાર સલમાન ખાનની મીડિયા ફોલોઇંગ કમાલની છે. માત્ર ઇન્સ્ટાગ્રામ પર તેમના આશરે સાડા ત્રણ કરોડ ફોલોઅર છે. તેમના નામે ઘણા ફેન પેજ પણ બનેલા છે જેના પર સલમાન ખાન સાથે જોડાયેલી વસ્તુઓ શેર કરવામાં આવે છે. પાછલા દિવસોમાં સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ રાધે વિશે એક સમાચાર સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં રહ્યાં. સમાચાર તે હતા કે તેમની ફિલ્મ રાધેને OTT પર રિલીઝ કરવામાં આવશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માહિતી પ્રમાણે કોવિડને કારણે ખુબ મોડી પડેલી ફિલ્મ રાધેને પ્રોફિટ પ્રમાણે મેકર્સ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનું વિચારી રહ્યાં છે. કારણ તે છે કે ભલે સિનેમાઘર ખુલી ગયા હોય પરંતુ લોકો હજુ થિએટર્સમાં પહોંચી રહ્યાં નથી. હજુ પણ થિએટર્સમાં ઘણા પ્રતિબંધો લાગેલા છે અને આ કારણ છે કે ફેન્સ ઓટીટી દ્વારા કે સ્માર્ટ ટીવી કે પછી ફોન પર ફિલ્મો એન્જોય કરી રહ્યાં નથી. 


આ પણ વાંચોઃ Shah Rukh Khanએ કરી કમબેક અંગે મોટી જાહેરાત, VIDEO શેર કરી આપી આ જાણકારી


તો શું રાધે ખરેખર સિનેમાઘરોમાં રિલીઝ થશે? શક્ય છે કે તેમ નહીં થાય. કારણ છે કે એક્ઝિબિટર્સે દબંગ ખાનને પર્સનલ લેટર લખીને તેમને અપીલ કરી છે કે તે રાધેને સિનેમાઘરોમાં રિલીઝ કરે, ન OTT પ્લેટફોર્મ પર. આમ કરવાથી મંદીનો સામનો કરી રહેલો તેમનો ધંધો એકવાર ફરી પહેલા જેવો થઈ જશે. ફિલ્મ રાધેમાં સલમાન ખાન, રણદીપ હુડ્ડા અને જેકી શ્રોફ જોવા મળશે. 


સલમાન ખાનની અપકમિંગ ફિલ્મો
રાધેનો પોસ્ટરને ઘણા સમય પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું, પરંતુ તેનું ટ્રેલર અને ટીઝર હજુ આવ્યું નથી. આ સિવાય સલમાન ખાન ફિલ્મ કભી ઈદ કભી દિવાલી પર પણ કામ કરી રહ્યો છે, જે 2021ની ઈદ પર રિલીઝ થવાની છે. આ સિવાય તેની અપકમિંગ ફિલ્મ 'અંતિમ'Lr સલમાન અને આયુષ શર્માનa ફર્સ્ટ લુક પાછલા દિવસોમાં રિલીઝ કરવામાં આવ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube