સેન્ટ્રલ જેલથી છુટી એરપોર્ટ પહોંચ્યો સલમાન: ચાહકોએ જોધપુર માથે લીધું
સલમાન ખાન સાંજે 7.30 વાગ્યે મુંબઇ એરપોર્ટ ખાતે પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે
નવી દિલ્હી : સલમાન ખાનને જોધપુર સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો છે. તેને ભારે સુરક્ષા વચ્ચે એરપોર્ટ પહોંચાડવામાં આવ્યો છે. મળતીમાહિતી અનુસાર સલમાન લગભગ સાંજે 7.30 વાગ્યા સુધી મુંબઇ પહોંચી જશે. છુટતાની સાથે જ સલમાનની પાછળ ફેન્સનાં ટોળાઓ દોડ્યા હતા. ભાઇજાનની મુક્તિ માટે ફેન્સે ઘણી દુઆઓ માંગી હતી. સલમાન ખાન સાંજે 7.30 વાગ્યે મુંબઇ એરપોર્ટ ખાટે પહોંચી ગયો હતો. એરપોર્ટ સુધી સલમાન પહોંચી શકે તે માટે રસ્તો સાફ કરાવવો પડ્યો હતો.
એટીએસ દ્વારા સાંજે 7 વાગ્યે તેનાં વિમાનને ઉડવા માટેની પરવાનગી આપી શકે છે. જો તેવું થશે તો તે આજે જ રવાનાં થશે. સલમાનની બહેનો અને તેની માં ઉપરાંત બોડીગાર્ડ શેરા પણ તેની સાથે જ છે. સલમાન ખાનની ગાડી પોલીસની ગાડીએ વચ્ચે એરપોર્ટ ખાતે પહોંચી. જો કે બીજી તરફ તેનાં ફેન્સ જબરદસ્ત ગાંડા બન્યા હતા. ફેન્સ પોતાની ગાડીઓ અને બાઇક્સ પર સલમાનનો પીછો કરતા જોવા મળ્યા હતા. સલમાનનાં જામીનનાં સમાચાર મળતાની સાથે જ કોર્ટની બહાર ફેન્સે સલમાન જિંદાબાદનાં નારા લગાવ્યા હતા.
બોલિવુડનાં ભાઇજાનનાં જામીન મંજૂર થઇ ગયા બાદ સલમાનનાં ફેન્સે રોડથી માંડીને સોશ્યલ મીડિયા સુધી તમામ મોર્ચે મનભરીને ઉજવણી કરી હતી. કડક સુરક્ષા વચ્ચે સલમાન ખાન જોધપુર એરપોર્ટ ખાતે પહોંચ્યો હતો. હવે તેનાં પ્લેનને એટીસી દ્વારા ક્લિયરન્સ મળે તેની રાહ જોવાઇ રહી છે.