નવી દિલ્હી: સલમાન ખાન (Salman Khan) ફરી એકવાર મોટા પડદે ચુલબુલ પાંડે (Chulbul Pandey) એટલે કે દેસી રોબિનહુડના અંદાજમાં વાપસી કરવા જઇ રહ્યા છે. સલમાન ખાને (Salman Khan) પોતની આગામી ફિલ્મ 'દબંગ 3'નું મોશન પોસ્ટર રિલીઝ કરી દીધું છે આ મોશન પોસ્ટર એટલા માટે ખાસ બની જાય છે કારણ કે કેટલાક સમયથી સલમાનની આ ફિલ્મની રિલીઝ ડેટ ચેંજ થવાના સમાચાર આવ્યા હતા. સમાચાર હતા કે પોતાની 'કિક 2'  (Kick 2) લેટ થતાં હવે સલમાનની 'દબંગ 3'ને આગામી વર્ષે ઇદ પર રિલીઝ કરવામાં આવશે. પરંતુ પોતાના આ નવા મોશન પોસ્ટરમાં આ બધી અટકળો પર રોક લાગી ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા મોશન પોસ્ટરમાં ફરી એકવાર ફિલ્મની ડેટ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે. આ ફિલ્મ 20 ડિસેમ્બરના રોજ આ વર્ષે રિલીઝ થવા જઇ રહી છે. મોશન પોસ્ટરમાં સ્લામના ફરી તે દબંગ અંદાજમાં જોવા મળી રહ્યો છે જુઓ આ ફિલ્મનું મોશન પોસ્ટર.



'દબંગ 3'નું નિર્દેશન પ્રભુદેવા કરી રહ્યા છે અને તેને સલમાન ખાન અને અરબાઝ ખાન પ્રોડક્શન હાઉસ પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ ફિલ્મ 2012માં આવી 'દબંગ'ની સીક્વલ છે. સલમાને એ પણ જાહેરાત કરી છે કે આ ફિલ્મ હિંદી ઉપરાંત તેલૂગૂ, તમિલ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે.