મુંબઈઃ સલમાન ખાનનો રિયાલિટી ગેમ શો દસ કા દમ એક તરફ ખતમ થયો બીજીતરફ તેણે બિગ બોસની આગામી સીઝનની શરૂઆત કરી દીધી છે. મહત્વનું છે કે બિગ બોસ સીઝન 12 સપ્ટેમ્બરથી શરૂ થશે. હાલમાં સલમાન ખાને શોના પ્રોમોનું શૂટિંગ કર્યું છે. તેમાં તેણે બોલીવુડની શાનદાર જોડીઓની યાદ અપાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેનલ આ શોની જાહેરાત રસપ્રદ રીતે કરવા ઈચ્છતુ હતું તેથી પ્રોમોમાં સલમાન ખાન પોતાના લોકપ્રિય ગીતના સિગ્નેચર સ્ટેપ કરતો જોવા મળશે. પ્રોમોમાં સલમાન ખાન પોતાનું ગીત જવાની ફિર ન આયેનું ફેમસ તોલિયા સ્ટેપ કર્યું છે. તે સિવાય તે દિલ દિયા ગલ્લાં ગાતો જોવા મળશે. સેટના એક સૂત્રએ જણાવ્યું કે સેટની દીવાલ પર રામ-લખન, કરણ-અર્જુન, સીતા-ગીતા અને શોલેના જય વીરૂની જોડીઓ બનાવવામાં આવી હતી. આ શોમાં આ વખતે ભાગ લેનારા કપલમાં આવશે. 


અહીં ટિપિકલ પતિ-પત્ની કે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડની જોડીઓથી હટીને સાસુ-હવુ, કાકા-ભત્રીજા, બોસ-કર્મચારી જેવી જોડીઓ જોવા મળશે. દર વખતની જેમ આ વખતે પણ શોમાં સેલેબ્રિટીની સાથે-સાથે સામાન્ય લોકો પણ નજરે પડશે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન બિગ બોસની 9 સીઝન હોસ્ટ કરી ચુક્યો છે. આ પહેલા અરશદ વારસી, શિલ્પા શેટ્ટી અને અમિતાભ બચ્ચેને પણ શોને હોસ્ટ કર્યો હતો.