નવી દિલ્હી: બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) ના ફેન્સ તેને દબંગ ખાનના નામથી જાણે છે. સલમાન ખાનને બોલીવુડના સૌથી એગ્રેસિવ સુપરસ્ટાર તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે રિયલ લાઈફમાં પણ સલમાન ખાનનો પારો બહુ જલદી ચડી જાય છે અને ગુસ્સામાં તે અનેકવાર બેકાબૂ બની જાય છે. જો કે રિયાલિટી એ છે કે સલમાન ખાન પરિસ્થિતિ પ્રમાણે હંમેશા સહકાર પણ આપતો રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CRPF એ એરપોર્ટ પર રોક્યો
હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં પણ સલમાન ખાનનો કોઓપરેટ નેચર જોવા મળે છે. એરપોર્ટ પર રેકોર્ડ થયેલા આ વીડિયોમાં દબંગ ખાન પોતાની આલીશાન ગાડીમાંથી નીચે ઉતરીને ગેટ તરફ આગળ વધે છે. જેવો એરપોર્ટમાં એન્ટ્રી લેવા જાય છે કે એક સીઆરપીએફનો જવાન સલમાન ખાનને રોકે છે. 


સલમાને આપ્યો સહકાર
સલમાન ખાન તરત સમજી જાય છે કે આ એક સિક્યુરિટી ચેક છે અને તે પોતાનો માસ્ક  હટાવીને સિક્યુરિટી ચેકના પેરામીટર્સ ફોલો કરે છે. દબંગ ખાનનો આ અંદાજ સોશિયલ મીડિયા પર લોકોને ખુબ પસંદ આવ્યો છે. અનેક લોકોએ કમેન્ટ સેક્શનમાં સીઆરપીએફના તે જવાન અને તેના દ્વારા ભેદભાવ વગર કરાયેલી તેની ડ્યૂટીના વખાણ થયા છે. 



ટાઈગર-3માં જોવા મળશે સલમાન
અત્રે જણાવવાનું કે દબંગ ખાન જલદી ફિલ્મ ટાઈગર-3(Tiger-3) માં જોવા મળશે. સલમાન ખાનના એરપોર્ટ પર નજર આવવાનું એક કારણ એ પણ છે કે તે પોતાની અપકમિંગ ફિલ્મના શૂટિંગ માટે બહાર જઈ રહ્યો છે. તેની આવનારી ફિલ્મમાં જબરદસ્ત એક્શન જોવા મળશે. પરંતુ ફિલ્મનો ફર્સ્ટ લૂક ક્યારે રિલીઝ થશે તે તો સમય જ જણાવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube