Tiger 3: સલમાન ખાન 30 વર્ષ બાદ ફરી આ અભિનેત્રી સાથે સ્કીન પર દેખાશે!
Tiger 3: સલમાન ખાન અને રેવતી આ બંને કલાકારોએ સિલ્વર સ્ક્રીન પર પ્રેમના જાદુથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દર્શકો આજે પણ આ પિક્ચર જોવાનું પસંદ કરે છે. ફિલ્મનું ગીત ‘સાથિયા તુને ક્યા કિયા’ આજે પણ રોમેન્ટિક ગીતોની ટોપ લિસ્ટમાં સામેલ છે. જો કે આ ફિલ્મ પછી, સલમાન અને રેવતીની સિઝલિંગ કેમેસ્ટ્રી ફરી ક્યારેય જોવા મળી નથી. પરંતુ 30 વર્ષ પછી, આ જોડી સિલ્વર સ્ક્રીન પર પરત ફરી રહી છે.
નવી દિલ્હીઃ બોલીવુડના ભાઈજાન ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી આવી રહ્યાં છે. એ અભિનેત્રી સાથે જેની સાથે સલમાને વર્ષો પહેલી ફિલ્મ કરી હતી. અમે વાત કરી રહ્યાં છીએ એ 30 વર્ષ પહેલાંની એ હીટ જોડીની. આ આર્ટિકલમાં વાત કરવામાં આવી છે 90 ના દશકની અભિનેત્રી રેવતીની. રેવતી સાથેની સલમાન ખાનની ફિલ્મ 'લવ' 30 વર્ષ પુરા થઈ ચુક્યા છે. એક સમયે આ જોડીને જોઈને લોકો થિયેટરમાં ચિચિયારીઓ પાડતા હતાં. ફરી એકવાર આ જોડી તમને ફિલ્મી પડદે દેખાશે. આ વખતી સલમાન આવી રહ્યાં છે ટાઈગર-3 સાથે.
સલમાન ખાન અને રેવતી આ બંને કલાકારોએ સિલ્વર સ્ક્રીન પર પ્રેમના જાદુથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દર્શકો આજે પણ આ પિક્ચર જોવાનું પસંદ કરે છે. ફિલ્મનું ગીત ‘સાથિયા તુને ક્યા કિયા’ આજે પણ રોમેન્ટિક ગીતોની ટોપ લિસ્ટમાં સામેલ છે. જો કે આ ફિલ્મ પછી, સલમાન અને રેવતીની સિઝલિંગ કેમેસ્ટ્રી ફરી ક્યારેય જોવા મળી નથી. પરંતુ 30 વર્ષ પછી, આ જોડી સિલ્વર સ્ક્રીન પર પરત ફરી રહી છે.
સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ફિલ્મના બે ભાગને દર્શકો તરફથી અપાર પ્રેમ મળ્યો. પહેલો ભાગ (એક થા ટાઈગર) 10 વર્ષ પહેલા 2012માં રિલીઝ થયો હતો. જ્યારે, બીજો ભાગ ‘ટાઈગર ઝિંદા હૈ’ 2017માં રિલીઝ થયો હતો. બંને ફિલ્મોની વાર્તા દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. ફિલ્મની લોકપ્રિયતા જોઈને મેકર્સે ત્રીજો ભાગ બનાવવાની જાહેરાત કરી હતી, જે 2023માં રિલીઝ થશે. ‘ટાઈગર 3’ની સ્ટાર કાસ્ટને લઈને અત્યાર સુધીમાં ઘણા નામ સામે આવ્યા છે. તે જ સમયે, તાજેતરમાં એક અન્ય નામ સામે આવ્યું છે, જેનો ખુલાસો ખુદ સલમાન ખાને કર્યો છે.
ટાઈગર-3 ફિલ્મમાં શું ખાસ હશે?
આ એક સ્પાય-થ્રિલર સ્ટોરી હશે, જેમાં કેટરિના કૈફ સાથે તેની લવ સ્ટોરી બતાવવામાં આવશે. તે જ સમયે, તેની ‘લવ’ ફિલ્મની કો-સ્ટાર રેવતી પણ ટાઇગર 3માં જોવા મળવાની છે. સલમાન ખાને બિગ બોસ 16માં રેવતી ટાઇગર 3નો ભાગ હોવાની માહિતી આપી હતી. સલમાન અને રેવતી 30 વર્ષ પછી એક જ ફિલ્મમાં કામ કરતા જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર, રેવતી RAW ચીફના રોલમાં જોવા મળશે, જે સલમાનની મેન્ટર હશે. ગિરીશ કર્નાડે સલમાન ખાનની ટાઇગર ફ્રેન્ચાઇઝીની બે ફિલ્મોમાં રો ચીફની ભૂમિકા ભજવી હતી. ગિરીશનું 2019માં નિધન થયું હતું. આવી સ્થિતિમાં હવે અભિનેત્રી રેવતી તેની ભૂમિકા ભજવતી જોવા મળશે.
ટાઇગર 3 સ્ટાર કાસ્ટ:
લોકપ્રિય ફ્રેન્ચાઈઝ ફિલ્મ ‘ટાઈગર’ના ત્રીજા ભાગમાં સલમાન, કેટરિના અને રેવતી સિવાય ઈમરાન હાશ્મી, ટીવી એક્ટ્રેસ રિદ્ધિ ડોગરા, કુમુદ મિશ્રા, અભિનય રાજ સિંહ સહિતના ઘણા સ્ટાર્સ જોવા મળવાના છે. આ ફિલ્મમાં શાહરૂખનો પણ કેમિયો હશે.