નવી દિલ્હીઃ હોલીવુડમાં પોતાના અભિનયથી નામ કમાઇ ચૂકેલી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા ભારત પરત આવી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકા ચોપડા અલી અબ્બાસ જફરની ફિલ્મ ભારતમાં સલમાન ખાનની ઓપોઝિટ નજર આવશે. ભારતમાં પ્રિયંકા-સલમાનની જોડી 10 વર્ષ બાદ સાથે કામ કરતી જોવા મળશે. ગત દિવસોમાં પ્રિયંકાએ પોતાના ઇન્સટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર  કર્યો જેમાં કેટલિક સ્ક્રિપ્ટસ નજરે પડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીવી સીરીઝ ક્વાંટિકોનું શૂટિંગ પુરૂ કરી ઈન્ડિયા પરત આવેલી પ્રિયંકા ચોપડા જલ્દી બોલીવુડ પ્રોજેક્ટસમાં બિઝી થવાની છે. અલી અબ્બાસની આ ફિલ્મ તેના પ્રોજેક્ટનો ભાગ છે. હાલમાં કોઈ ફિલ્મના સ્ટારકાસ્ટ વિશે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ડીએનએના એક રિપોર્ટ પ્રમાણે અલી અબ્બાસે ન્યૂયોર્કમાં પ્રિયંકા સાથે ફિલ્મ વિશે મુલાકાત કરી હતી. 


અલી અબ્બાસ જફર સલમાન ખાન અને કેટરીના કેફની સાથે ફિલ્મ ટાઇગર જિંદા હૈ ડાટરેક્ટ કરી ચૂક્યા છે. જલ્દી ફિલ્મના સ્ટાકાસ્ટનો ખુલાસો કરવામાં આવશે. જો પ્રિયંકા આ ફિલ્મનો ભાગ બને છે તો સલમાન ખાનની સાથે 10 વર્ષ બાદ કોઇ મોટા પડદે જોવા મળશે. આ પહેલા બંન્નેએ 2008માં રિલીઝ થયેલી ફિલ્મ ગોડ તુસી ગ્રેડ હોમાં સાથે કામ કર્યું હતું. 


ગત દિવસોમાં અલી અબ્બાસે એક ફોટો પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો જેમાં તેણે પોતાની ફિલ્મના સંભવિત લોકેશન વિશે જણાવ્યું હતું. 



અલીની આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના મધ્યમાં શરૂ થઈ શકે છે. અત્યારે સલમાન ખાન રેશ 3ના શૂટિંગમાં વ્યસ્ત છે આ ફિલ્મ બાદ સલમાન પાસે દબંગ-3 અને ભારત બે મોટી ફિલ્મની ઓફર પહેલાથી તૈયાર છે. બીજીતરફ હોલીવુડ પ્રોજેક્ટમાં વ્યસ્ત પ્રિયંકા ચોપડા 2016 બાદ બોલીવુડમાં વાપસી કરશે.