ફોર્બ્સ ઇન્ડિયા 2018 : સલમાન બન્યો કમાણીનો `સુલ્તાન`, વિરાટ-ધોનીએ પણ મારી સિક્સ
ફોર્બ્સ ઈન્ડિયા 2018એ જાહેર કરી ધનવાન સેલિબ્રિટીની યાદી, તેમાં સલમાન ખાન ટોપ પર છે, તો શાહરૂખ ખાન 17મા સ્થાને છે.
નવી દિલ્હીઃ ફોર્બ્સ ઈન્ડિયાએ ભારતના સૌથી ધનવાન સેલિબ્રિટીની યાદી જાહેર કરી છે. એક તરફ જ્યાં બોલીવુડના દબંગ ખાન આ યાદીમાં ટોપ પર પહોંચી ગયો છે તો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીએ પણ ટોપ-5મા જગ્યા બનાવી છે. દબંગ ખાનને આ લિસ્ટમાં ટક્કર આપવા માટે અક્ષય કુમાર પહોંચી ગયો છે. પરંતુ આ ચાર સેલિબ્રિટી વચ્ચે પોતાની સૌથી વધુ કમાણીની સાથે હાલમાં રણવીર સિંહની પત્ની દીપિકા પાદુકોણ એકમાત્ર મહિલા અભિનેત્રી બની ગઈ છે, જેણે ટોપ-5મા સ્થાન મેળવ્યું છે.
સલમાન સતત ત્રીજીવાર બન્યો સુલ્તાન
બોલીવુડના સુલ્તાન સલમાન ખાન ફોર્બ્સ ઈન્ડિયા 2018ની સૌથી ધનવાન સેલિબ્રિટી લિસ્ટમાં સતત ત્રીજીવાર પ્રથમ નંબરે આવ્યો છે. 253.25 કરોડ રૂપિયાની વાર્ષિક આવકની સાથે સલમાન ભારતનો સૌથી ધનવાલ સેલેબ્રિટી બન્યો છે. ટાઇગર જિંદા હૈ અને રેસ 3ની શાનદાર કમાણીની સાથે-સાથે બ્રાન્ડ ઇન્ડોર્સમેન્ટે દબંગ ખાનને પ્રથમ સ્થાને પહોંચાડ્યો છે. હાલમાં સલમાન ખાન આગામી વર્ષે રિલીઝ થનારી ફિલ્મ ભારતની તૈયારીમાં લાગેલો છે.
સલમાન ખાન બાદ 228.09 કરોડ રૂપયાની કુલ કમાણીની સાથે સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી બીના ક્રમે છે. વિરાટ ઓડી, પુમા, હીરો મોટો કોર્પ, કોલગેટ અને સન ફાર્મા પ્રોડક્ટસનો બ્રાન્ડ એમ્બેસેડર છે. ગત વર્ષે અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા બાદ વિરાટ અનુષ્કાની જોડી ખુબ ચર્ચામાં રહી હતી. તો ત્રીજા સ્થાન પર બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર પહોંચી ગયો છે. કુલ 185 કરોડ રૂપિયાની કમાણીની સાથે અક્ષય કુમારનો દબદબો યથાવત રહ્યો છે. અક્ષયે ગત વર્ષે અબ તક, ટોયલેટ એક પ્રેમ કથા, પેડમેન અને ગોલ્ડ જેવી સફળ ફિલ્મ આપી હતી. હાલમાં તે પોતાની આવનારી ફિલ્મ હાઉસફુલ 4 અને કેસરીની શૂટિંગમાં વ્યસ્ત છે.
દીપિકાનો કમાલ, પ્રિયંકા ટોપ-10માંથી બહાર
આ લિસ્ટમાં ચોથા નંબર પર 112.8 કરોડ રૂપિયાની કમાણી સાથે દીપિકા પાદુકોણ પહોંચી ગઈ છે. દીપિકા ટોપ-5મા પહોંચનારી એકમાત્ર મહિલા અભિનેત્રી છે. હાલમાં થયેલા લગ્ન બાદ આ રેન્ક દીપિકા માટે લગ્નની સૌથી મોટી ભેટ હોઈ શકે છે. જ્યાં દીપિકા આ યાદીમાં ખુશી લાગી છે તો થોડા દિવસ પહેલા વિજેશી દુલ્હન બનનારી દેશી ગર્લ પ્રિયંકા ચોપડા થોડી ટેન્શનમાં દેખાઈ સકે છે. આ લિસ્ટમાં પ્રિયંકા ગત વર્ષે સાતમાં સ્થાને હતી, તો આ વખતે તે ટોપ-10માંથી બહાર થઈ ગઈ છે. પ્રિયંકા આ લિસ્ટમાં 18 કરોડની આવક સાથે 49મા નંબર પર છે.
ટોપ-5મા બીજા સ્ટાર ક્રિકેટર એમ.એસ. ધોની સામલે થયો છે. ધોનીની કમાણી આ યાદી અનુસાર 101.77 કરોડ રૂપિયા છે. ધોની ભારત મેટ્રીમોનિયલ, રિબોક, લાવા, સ્નીકર્સ જેવી મોટી બ્રાન્ડને એન્ડોર્સ કરી રહ્યો છે.