Salman Khan જ નહીં આ હીરો પણ પચ્ચાસે પહોંચવા છતાં છે કુંવારા! કેમ લગ્નથી ભાગે છે બધા?
Unmarried Bollywood Actors: સલમાન ખાન જ નહીં પરંતુ આ એક્ટર્સ પણ અત્યાર સુધી નથી ચડ્યા ઘોડી, કોઈ 50 તો કોઈ 55ની ઉંમરમાં છે કુંવારું. ત્યારે ચાહકોના મનમાં એક જ સવાલ થાય છેકે, આટલી ઉંમર થવા છતાંય આ અભિનેતાઓ કેમ રહ્યાં છે કુંવારા.
Unmarried Bollywood Actors: સલમાન ખાન લગ્ન ક્યારે કરશે તે સવાલ વારંવાર ઉઠે છે પરંતુ એકલા સલમાન ખાન જ નહીં પરંતુ અનેક એવા સ્ટાર્સ છે જે 56ની ઉંમરમાં પણ કુંવારા છે. 45 કે 50નો આંકડો પર પાર કરી ચુક્યા છે અને હજી સુધી તેઓ લગ્નના મૂડમાં નથી.
1. ક્યારે થશે સલમાનના લગ્ન?
સલમાન ખાન 56 વર્ષના થઈ ચુક્યા છે. આમ તો તેમનું દિલ અનેકવાર હસીનાઓ માટે ધડક્યું. એક વાર તો ફેરા ફરવા સુધી વાત પહોંચી ચુકી હતી પરંતુ વાત ન બની. અત્યાર સુધી એટલે જ સલમાન ખાન કુંવારા છે. રિપોર્ટ્સનું માનીએ તો હવે સલમાન ક્યારેય લગ્ન નહીં કરીએ.
2. એકલા જ રહેવા માંગે છે અક્ષય ખન્ના-
90ના દશકમાં ડેબ્યૂ કરવા માંગતા આ ટૉપ એક્ટર આજે પણ કુંવારા છે. 47 વર્ષના થઈ ચુકેલા અક્ષય ખન્નાનું માનવું છે કે, તે પોતાની જિંદગીને કોઈ અન્યના હાથમાં નથી સોંપવા માંગતા.
3. રણદીપ હુડ્ડા કરશે લગ્ન?
ભલે આવનારા સમયમાં રણદીપ લગ્નના બંધનમાં બંધાઈ જશે પરંતુ અત્યાર સુધી 46ની ઉંમરમાં પણ કુંવારા છે. રણદીપ હાલ લિન લૈશરામ સંગ રિલેશનમાં છે એવામાં આશા છે કે 50ના થતા પહેલા તેઓ લગ્ન કરી લેશે.
4. ઉદય ચોપરા નથી લગ્નના મૂડમાં-
જાણીતા ફિલ્મમેકર યશ ચોપરાના નાના દીકરા ઉદય ચોપરાએ અત્યાર સુધી લગ્ન નથી કર્યા. 2 દાયકા પહેલા મહોબ્બતેથી ડેબ્યૂ કરનાર ઉદયની એક્ટિંગ કરિયર ખાસ નથી રહી. તેઓ એક્ટિંગ છોડી ચુક્યા છે. 49ના થઈ ચુકેલા ઉદય પોતાની લાઈફને પર્સનલ રાખવાનું પસંદ કરે છે.
5. રાહુલ ખન્નાએ નથી કર્યા લગ્ન-
બોલીવુડમાં અલગ-અલગ રીતની ફિલ્મો કરી પોતાની ખાસ ઓળખ બનાવનાર રાહુલ ખન્ના 50ના થઈ ચુક્યા છે જે અત્યાર સુધી લગ્નના બંધનમાં નથી બંધાયા. તે પોતાની લાઈફને સીક્રેટ લાગે છે એટલે તેમની લવ લાઈફને લઈને કોઈ જાણકારી નથી.
6. 52 વર્ષના થયા છે સાજિદ ખાન-
સાજિદ ખાન પોતાની જિંદગીની 52 વસંત જોઈ ચુક્યા છે. આટલા વર્ષોમાં તેણે અનેક ઉતાર ચડાવ જોયા પરંતુ લગ્ન નથી કર્યા. કહેવામાં આવે છે કે ક્યારેક ગૌહર ખાન સાથે તેમના લગ્ન થવાના હતા પરંતુ વાત ન બની. અને હવે તેઓ એકલા જ છે.
7. ડીનો મોરિયા-
ડીનો મોરિયા પોતાના સમયના હેન્ડસમ હંક રહ્યા છે. જે પોતાની ફિટનેસથી સૌના હોશ ઉડાવે છે. ક્યારેય બિપાશા બાસુ સાથે રિલેશનશિપમાં રહેલા ડીનો 47 વર્ષના છે. પરંતુ અત્યાર સુધી તેમને યોગ્ય લાઈફ પાર્ટનર નથી મળ્યો.