દિશા પટનીની વાત પર સલમાન રાતોપીળો, કહ્યું `હું તો 17 વર્ષની...`
દિશા પટણી પોતાની આગામી ફિલ્મ ‘ભારત’ના પ્રમોશનમાં બિઝી છે. આ ફિલ્મમાં તે સલમાન ખાનની સાથે જોવા મળશે.
મુંબઈ : સલમાન ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ ભારતના પ્રમોશનમાં વ્યસ્ત છે. સલમાન આમ તો પ્રમોશનમાં ખુશમિજાજ અંદાજમાં જોવા મળે છે પણ તે ફિલ્મની હિરોઇન દિશા પટનીના લેટેસ્ટ નિવેદનથી અપસેટ હોય એમ લાગે છે. સલમાન, દિશા અને કેટરિનાને ચમકાવતી ભારત ઇદના પ્રસંગે રિલીઝ થવાની છે. હાલમાં ફિલ્મના રિલીઝ થયેલા ગીત સ્લો મોશનમાં દેખાયેલી દિશા અને સલમાનની જોડી લોકોને બહુ પસંદ પડી રહી છે.
દિશા પટની પોતાની આગામી ફિલ્મ ‘ભારત’ના પ્રમોશનમાં બિઝી છે. આ ફિલ્મમાં તે સલમાન ખાનની સાથે જોવા મળશે. આ ફિલ્મમાં દિશાનો રોલ કેટરીના કૈફની સરખામણીમાં નાનો છે. મુંબઈ મિરરને આપેલા ઈન્ટરવ્યૂમાં દિશાએ કહ્યું કે તેની ઉંમરના કારણે તેને લાગે છે કે તેને ફરીવાર સલમાન ખાન સાથે કામ કરવાની તક નહીં મળે. મારા અને સલમાન સર વચ્ચે ઉંમરનો બહુ તફાવત છે એટલે મને કદાચ ફરીથી તેમની હિરોઇન બનવાની તક ન પણ મળે. વેબસાઇટ બોલિવૂડ લાઇફ ડોટ કોમના સમાચાર પ્રમાણે દિશાના આ નિવેદન સામે પ્રતિક્રિયા આપતા સલમાને ગુસ્સામાં કહ્યું છે કે મને એ ખબર નથી કે દિશા ક્યા એજ ગેપની વાત કરી રહી છે. હું તો આજે પણ 17 વર્ષની હિરોઇન સાથે ફિલ્મમાં કામ કરી રહ્યો છું.
સલમાનની ગંજી સાથેની તસવીર ઇન્ટરનેટ પર થઈ રાતોરાત વાઇરલ કારણ કે...
ઇન્ટરવ્યૂમાં પોતાના અનુભવ વિશે દિશાએ જણાવ્યું છે કે, ‘અમારી વચ્ચે ઉંમરનું અંતર વધારે હોવાના કારણે આમ થઈ શકે છે. ભારતમાં અમારી જોડી જામી કારણ કે સલમાન સરને 20-30 ઉંમરના બતાવવામાં આવ્યા છે. એવામાં મેં તરત હા પાડી દીધી. સલમાન સર એક મહેનતુ વ્યક્તિ છે. મેં તેમની પાસેથી ઘણું બધું શીખ્યું છે. ભારતમાં પણ મેં ઘણું બધું શીખ્યું છે. મેં આ પહેલા કોઈ અલગ સમયની ફિલ્મમાં કામ કર્યું નથી’.