Salman Khan Threat letter Update: સલમાન ખાને ધમકી અને સિદ્ધુ મુસેવાલાની હત્યા પર દિલ્હી પોલીસ તરફથી ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. સ્પેશિયલ સીપી એચજીએસ ધારીવાલાએ જે સ્પ્રિંગ રાયફલ વિશે જણાવ્યું છે, હકિકતમાં આ વાત લોરેન્સ બિશ્નોઈએ તાજેતરની પૂછપરછમાં કબુલી હતી. લોરેન્સ બિશ્નોઈથી વર્ષ 2021 માં એજન્સીએ પૂછપરછ કરી હતી જેમાં સલમાનની હત્યાના ષડયંત્રની વાત લોરેન્સે કબુલ કરતા જણાવ્યું હતું કે, તેણે સલમાન ખાનને મારવા માટે રાજસ્થાનના ગેંગસ્ટર સંપત નહેરાને જવાબદારી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે બાદ સંપત નેહરા મુંબઇ ગયો અને સલમાન ખાનના ઘરની રેકી કરી પરંતુ વધારે દૂર હોવાના કારણે તે સલમાન ખાન સુધી પહોંચી શક્યો ન હતો. ત્યારે સંપત પાસે પિસ્તોલ હતી જેનાથી તે દૂર સુધી નિશાનો લગાવી શકતો ન હતો.


લોરેન્સ બિશ્નોઈ ગેંગની રડારમાં બોલીવુડના કેટલાક મોટા સ્ટાર, તપાસમાં પ્લાનનો પરદાફાશ


એચજીએસ ધારીવાલાએ વધુમાં જણાવ્યું કે, ત્યારબાદ સંપત નેહરાએ તેના ગામના દિશને ફોજી દ્વારા આરકે સ્પ્રિંગ રાયફલ મંગાવી. સ્પ્રિંગ રાયફલ લોરેન્સ બિશ્નોઈએ તેના જાણકાર અનિલ પાંડ્યા પાસેથી 3 થી 4 લાખમાં ખરીદી હતી. રાયફલ દિનેશ ફોજી પાસે રાખી હતી. જેન પોલીસે ટ્રેસ કરી લીધી અને ત્યારબાદ સંપત નેહરાની ધરપકડ કરી હતી.


શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો છતાં આ શેર તેજીમાં


ત્યારે સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં ધારીવાલાએ કહ્યું કે આ મામલે સ્પેશિયલ ટીમ કામ કરી રહી છે. આ કેસમાં પહેલા પણ કામ કરવામાં આવ્યું છે. સંદીપ અને વિક્કીની હત્યા મામલે સેલે ધરપકડ કરી હતી. લોરેન્સ ગેંગ પહેલા પણ પકડાઈ છે. છ શૂટર્સની અત્યાર સુધીમાં ઓળખ થઈ ગઈ છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 8 લોકોની જે લિસ્ટ હતી તેમાંથી ચારનો રોલ કન્ફર્મ થઈ ગયો છે.


રાંચીમાં કલમ 144 બાદ હવે ઇન્ટરનેટ સેવા બંધ, પ્રયાગરાજ હિંસામાં AIMIMનો હાથ


મહારાષ્ટ્રમાં સૌરભ મહાકાલની પૂછપરછ કરવામાં આવી તેમાં બે શૂટરો સંતોષ અને નવનાથ સૂર્યવંશી વિશે જાણકારી સામે આવી છે. મહાકાલે જણાવ્યું કે, બંનેને 3-3 લાખ અને તેને 50,000 આપવામાં આવ્યા હતા. વિક્રમ બરાડે જ હત્યા માટે શૂટરોને જવાબદારી સોંપી હતી. જો કે, અત્યારે હાલ સલમાનના ઘરે રેકીની કોઇ જાણકારી મળી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube