મુંબઈ : બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે સલમાન ખાન પોતાની ભાણેજ અલિઝેહ અગ્નિહોત્રીને દબંગ-3થી બોલિવૂડમાં લોન્ચ કરી શકે છે. અલિઝેહ એક્ટર અતુલ અગ્નિહોત્રી અને સલમાનની બહેન અલવીરાની દીકરી છે. દબંગ-3ને અરબાઝ ખાન પ્રોડ્યુસ કરવાનો હોવાથી આ ચર્ચામાં દમ હોવાની શક્યતા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે બોલિવૂડ લાઇફને મળેલી એક્સક્લુઝિવ માહિતી પ્રમાણે હાલમાં સલમાનનો એવો કોઈ પ્લાન નથી. સલમાન પરિવારની દીકરી અલિઝેહને ભવ્ય બોલિવૂડ લોન્ચ આપવા માગે છે પણ આ પહેલાં તેની એક્ટિંગ અને અન્ય ટ્રેઇનિંગ ચાલી રહી છે. આલિઝેહ માટે યોગ્ય સ્ક્રિપ્ટની શોધ ચાલી રહી છે. દબંગ -3 હકીકતમાં ચુલબુલ પાંડેની સ્ટોરી હોવાથી એમાં અલિઝેહ માટે ખાસ કામ નથી. 


સલમાન નવોદિતોને પોતાની ફિલ્મમાં લોન્ચ કરવા માટે જાણીતો છે પરંતુ તેના કમનસીબે  નવોદિતોને લઇને બનતી ફિલ્મો બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાય છે. જ્યારે સલમાન અભિનિત ફિલ્મો બોક્સ ઓફિસ પર ઓછામાં ઓછો રૂપિયા 100 કરોડનો આંકડો સરળતાથી પાર કરી જાય છે. સલમાનના નિર્માણહાઉસ હેઠળ બનેલી ફિલ્મ 'નોટબુક' લગભગ રૂપિયા ત્રણ કરોડનો વ્યવસાય જ કરી શકી છે. આ ફિલ્મમાં તેણે મોહનીશ બહલની દીકરી પ્રનુતનને અને ઝાહિર ઇકબાલને ચમકાવ્યા છે. 


'ભારત'ને હિટ બનાવવા સલમાને આ વ્યક્તિનો લીધો સહારો, કોણ છે ? જાણવા કરો ક્લિક


આ પહેલા સલમાને પોતાના બનેવી આયુશ શર્માને 'લવયાત્રિ'માં લોન્ચ કર્યો હતો. તેમાં વરિના હુસૈનને પણ ડેબ્યુની તક આપી હતી. આ ફિલ્મે પણ લગભગ રૂપિયા સાત કરોડનો જ વેપલો બોક્સ ઓફિસ પર કર્યો હતો. 2015માં સલમાનના પ્રોડકશન હેઠળ બનેલી સૂરજ પાંચોલી અને આથિયા શેટ્ટીને લોન્ચ કરેલી 'હીરો ' ફિલ્મે રૂપિયા 33 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 


સલમાન સાથે કારકિર્દી શરૂ કરનારી અભિનેત્રીઓમાં સોનાક્ષી સિંહા જ સફળ રહી છે. જ્યારે અન્ય અભિનેત્રીઓ ડેઝી શાહ, ઝરીન ખાન, સ્નેહા ઉલ્લાલ, ભૂમિકા ચાવલા બોલીવૂડમાં ટકી શકી નહીં. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....