સલમાન ખાનથી ડરી ગયું પાકિસ્તાન, સત્તાવાર જાહેરાત કરી કે...
ઇદ પર સલમાનની ફિલ્મ ભારત રિલીઝ થવાની છે
મુંબઈ : 14 ફેબ્રુઆરીના દિવસે કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન સાથે જોડાયેલા મોટા સમાચાર આવ્યા છે જેનો સંબંધ સલમાન ખાન સાથે છે. આ વર્ષે ઇદ પર સલમાનની ફિલ્મ ભારત રિલીઝ થવાની છે. આ ફિલ્મ પાકિસ્તાનમાં પણ રિલીઝ થવાની હતી. જોકે સમાચાર પ્રમાણે હવે પાકિસ્તાને આ ફિલ્મ પોતાના દેશમાં રિલીઝ ન કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પરથી સ્પષ્ટ થઈ જાય છે કે પાકિસ્તાન એક્ટર સલમાનની ફિલ્મ ભારતથી ડરી ગયું છે.
પાકિસ્તાની બોક્સઓફિસ પર આ વર્ષે ઇદ વખતે એક્ટર ફવાદ ખાનની ફિલ્મ ધિ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ રિલીઝ થવાની છે. જો સલમાનની ફિલ્મ પણ આ સમયે જ રિલીઝ થાય તો ફવાદની ફિલ્મ સાથે તગડી સ્પર્ધા થઈ જાત. જોકે હાલમાં જ પાકિસ્તાનની મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગે સત્તાવાર સરક્યુલર જાહેર કર્યો છે કે પાકિસ્તાનમાં ઇદના બે દિવસ પહેલાં અને બે અઠવાડિયા પછીના સમયગાળા સુધી કોઈ ભારતીય ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહીં થાય.
પાકિસ્તાને આ કડક વલણ પોતાની ફિલ્મો માટે અપનાવ્યું છે. પાકિસ્તાનના દર્શકો પાકિસ્તાની ફિલ્મો કરતા ભારતીય ફિલ્મો વધારે પસંદ કરે છે. પાકિસ્તાને ગયા વર્ષે પણ ઇદ વખતે સલમાનની રેસ 3 રિલીઝ થવા નહોત દીધી. હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ માહોલ છે જેની સીધી અસર પાકિસ્તાનમાં રિલીઝ થનારી ભારતીય ફિલ્મો પર પડી છે.