નવી દિલ્હી: આ અઠવાડિયાના અંતમાં ફિલ્મ 'રાધે (Radhe)'ના રિલીઝ થવાની આશામાં નજર માંડીને બેઠેલા દર્શકોને નિરાશા જરૂર થઇ હતી. કોરોના વાયરસના કારણે આ ફિલ્મ રિલીઝ થઇ શકી નથી. દર્શકોને લાગે છે કે સલમાન ખાન અને દિશા પટણી સ્ટારર રાધે: યોર મોસ્ટ વોટેન્ડ ભાઇજાન (Radhe: Your Most Wanted Bhaijaan)' ઇદ પર પોતાનો જાદૂ પાથરશે અને સુપરહિટની કડીમાં પોતાનું નામ સામેલ કરી લેશે,પરંતુ એવું થઇ શક્યું નહી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ગંગૂબાઇ કાઠિયાવાડી' ફિલ્મમાં Alia Bhatt કરશે આ ધાંસૂ સુપરસ્ટારની સાથે કામ!

જોકે જલદી જ સલમાન ખાન  (Salaman Khan)ની આ ફિલ્મના રિલીઝ થવા પર ગ્રહણ હટવા જઇ રહ્યું છે. આશા છે કે એક્શન એન્ટરટેનર ફિલ્મને બોક્સ ઓફિસ પર આગળ વધારવામાં આવશે અને હવે લેટેસ્ટ રિપોર્ટોથી ખબર પડે છે કે તેને નિર્માતા દિવાળીના શુભ અવસર પર રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે. 


અમારી સહયોગી વેબસાઇટ બોલીવુડલાઇફ ડોટ કોમના અનુસાર ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે પહેલા સલમાન રાધેના ગીતને દિશા પટણી સાથે ફિલ્માવશે. મૂળ રૂપથી અઝરબૈઝાનમાં શૂટિંગ કરવાનું હતું, પરંતુ હવે તેને એક સ્ટૂડિયોમાં જ શૂટ કરશે. કેટલાક પેચવર્ક શૂટ પણ પેન્ડીંગ છે. એટલા માટે હવે નિર્માતા દિવાળી પર ફિલ્મ રિલીઝ કરવા માટે નજર દોડાવશે. 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

@jacquelinef143 @waluschaa #TereBina #TereBinaTeaserOutTomorrow #LockdownConversations #IndiaFightsCorona


A post shared by Salman Khan (@beingsalmankhan) on


તમને જણાવી દઇએ કે ઇદ પર પોતાની આગામી ફિલ્મની જાહેરાતથી સલમાન ખાન ચૂકી ગયા, એટલા માટે ખાન 'ક્યારેક ઇદ ક્યારેક દિવાળી'ની તારીખો પર પણ કામ કરી રહ્યા છે. એટલા માટે તે તેનું શૂટિંગ પણ પુરી કરી તેને આગામી ઇદ અથવા પોતાના નિર્ધારિત સમય પર ફિલ્મ રિલીઝ કરી શકે છે. ફરહાદ સામજીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં પૂજા હેગડે મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. ટીમ હાલની તારીખો પર કામ કરી રહી ચે. સલમાને આ ફિલ્મમાં પોતાનું દિલ લગાવ્યું છે. આ વર્ષે ઇદ પર પોતાના દર્શકોને ન મળવાનું દુખ સલમાન હવે પોતાની 2021ની ઇદ પર રજૂ કરવા માટે લાગી ગયા છે. 


આ ફિલ્મ 'ધ આઉટલોઝ'નું ઇન્ડીયન વર્જન છ્હે. તેમાં ત્રણ એક્શન નિર્દેશક છે, જેમણે સ્ટંટ દ્વશ્યોને કોરિયોગ્રાફ કર્યા છે. એક કોરિયાઇ એક્શન ડાયરેક્ટર હોવાની સાથે જ અંબુ-અરિવુ (જુડવા) પણ છે, જેમણે યશના કેજીએફના એક્શન-સીકવેંસને કોરિયોગ્રાફ કર્યા છે. તમને જણાવી દઇએ કે પ્રભુદેવા નિર્દેશિત રાધે: યોર મોસ્ટ વોન્ટેડભાઇમાં રણદીપ હુડ્ડા, જૈકી શ્રોફ અને ગૌતમ ગુલાટી પણ મુખ્ય ભૂમિકામાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube