મુંબઈ : 53 વર્ષની વયે પણ સલમાન ખાનની મહિલા ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. આ ઉંમરે પણ છોકરીઓ તેની સાથે લગ્ન કરવા માટે તલપાપડ છે. જો કે સલમાન ખાન નજીકના ભવિષ્યમાં તો ઠરીઠામ થાય એવું લાગતું નથી. સોશિયલ મીડિયા પર અવારનવાર સલમાનના બાળકો સાથે રમતા, મસ્તી મજાક કરતા વીડિયો વાયરલ થાય છે. જોકે હાલમાં તેણે  પિતા બનવાના પ્લાનિંગ વિશે ખૂબ જ વિચિત્ર જવાબ આપ્યો હતો જે જાણીને તમને પણ નવાઈ લાગશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈ મિરરને આપેલા ઈન્ટરવ્યુમાં સલમાન ખાને કહ્યું, “મારે બાળકો જોઈએ છે પરંતુ બાળક માટે માતા જરૂરી છે. મને માતા નથી જોઈતી, પણ બાળકને જરૂર પડશે. જોકે મારી પાસે આખું ગામ છે જે બાળકની સંભાળ રાખી શકે. આ સંજોગોમાં હું કદાચ એવું કંઈ કરુ જે બધા માટે વિન-વિન સિચ્યુએશન જેવું હોય.”સલમાનને બાળક જોઈએ છે પરંતુ તે હાલમાં લગ્ન નથી કરવા માંગતો. લગ્ન અંગે પૂછાતા સલમાને કહ્યું, “હજુ થોડા સમય તો નહિ જ.”


જોકે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ પોતાના એક રિપોર્ટમાં સુત્રના હવાલાથી માહિતી આપી છે કે સલમાન હવે સરોગસી મારફતે પિતા બનવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. સલમાનને બાળકો બહુ પસંદ છે અને તેનો આ પ્રેમ ઘણીવાર જાહેરમાં પણ દેખાયો છે. સલમાનને લગ્ન કરવા માટે કોઈ લાયક યુવતી તો નથી મળી પણ હવે તે સરોગસીના માધ્યમથી પિતા બનવા માગે છે. સલમાનને આ પ્રેરણા તુષાર કપૂર અને કરણ જોહર જેવા સ્ટાર્સ પાસેથી મળી છે. આ સ્ટાર્સે પણ લગ્ન કર્યા વગર સરોગસીથી પિતા બનવાનો નિર્ણય લીધો છે. 


સલમાન પોતાની અનોખી સેન્સ ઓફ હ્યુમરને કારણે જાણીતો છે. મુંબઈ મીરરને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જ્યારે સલમાન ખાનને તેના લગ્નના પ્લાનિંગ વિશે પૂછવામાં આવ્યું તો તેણે જવાબ આપતા કહ્યું છે કે તે 23 મેએ પોતાના લગ્નનું એલાન કરી શકે છે. હકીકતમાં સલમાનને ખ્યાલ છે કે 23 મેએ લોકસભા ચૂંટણીની મતગણતરી થવાની છે. સલમાનને લાગે છે કે તેના લગ્નથી વધુ મહત્વપૂર્ણ વિષય ચૂંટણી છે અને એટલે લોકોને તેના લગ્ન કરતા ચૂંટણીના પરિણામમાં વધારે રસ હશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...