મુંબઈ : સલમાન ખાનની ગણતરી બોલિવૂડના ટોચના સ્ટાર તરીકે થાય છે. એક્ટર તરીકે સલમાનની ગાડી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે તેણે એક મોટો નિર્ણય કર્યો છે. મળતી માહિતી પ્રમાણે સલમાન હવે થિએટર ચેઈન શરૂ કરવા જઈ રહ્યો છે એટલે કે, તે ઘણા બધા થિએટર્સ ખોલશે. કહેવામાં આવી રહ્યું છે કે, સલમાનનો આ નિર્ણય ફિલ્મ બિઝનેસમાં મોટા  પરિવર્તન આવશે. આ થિએટર્સની ખાસ વાત એ હશે કે, ત્યાં મૂવીની ટિકિટ ખૂબ જ સસ્તા ભાવે મળશે અને ટેક્સ-ફ્રી હશે. આ ઉપરાંત તે ગરીબ બાળકોને મફતમાં મૂવી ટિકિટ આપશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપની કરે છે અબજોનો કમાણી પણ 'આ' એમડીનો 10 વર્ષથી નથી વધ્યો પગાર


નોંધનીય છે કે સલમાન પોતાની આગામી ફિલ્મ ‘રેસ 3’ અને ‘લવરાત્રિ’ દ્વારા ડિસ્ટ્રીબ્યૂટર બની ગયો છે અને હવે તે પોતાની થિએટર ચેઈન શરૂ કરવા જઈ રહ્યો છે. તેના આ પ્રોજેક્ટની શરૂઆત થઈ ગઈ છે. 


મુંબઈના બહારના વિસ્તારમાં સલમાને પોતાના પહેલા થિએટરનું નિર્માણ કાર્ય પણ શરૂ કરાવી દીધું છે.  સલમાનનો થિએટર ચેઈન લાવવા પાછળનો હેતુ લોકોને સસ્તા ભાવે ફિલ્મ જોવાની તક આપવાનો છે. આ થિએટર્સ નાના શહેરો, કસબાઓ અને મુંબઈના બહારના વિસ્તારોમાં બનશે. સલમાન હવે ફિલ્મ ‘રેસ 3’માં એક્શન પેક્ડ અવતારમાં દેખાશે. ફિલ્મ ઈદ પર એટલે કે 15 જૂને રિલીઝ થશે.