નવી દિલ્હી : હાલમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન 'રેસ-3'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સાથે જ તે પોતાના ટીવી શો 'દસ કા દમ'નું પણ પ્રમોશન કરી રહ્યો છે. સલમાન ખાન બોલિવૂડમાં નવી ટેલેન્ટ લોન્ચ કરવા માટે જાણીતો છે. તે અત્યાર સુધી આદિત્ય પંચોલીના દીકરા સુરજ પંચોલીને, સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટીને તેમજ બહેન અર્પિતા ખાનના પતિ આયુષ શર્માને લોન્ચ કરી ચૂક્યો છે. હવે સલમાને ફરી એક સ્ટારને બનાવવાનું બીડું ઝડપ્યું છે અને તેણે આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રણબીરે આખરે સ્વીકાર્યો આલિયા સાથેનો પ્રેમસંબંધ, કહ્યું કે...


સલમાને પોતાની એક જુની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે જેમાં તેણે એક બાળકને તેડ્યું છે. આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે 'કાલે લોન્ચ થશે. કાલે જોઈશું કે આ છોકરો આજે કેવો દેખાય છે.'



આ બાળક છે ઝહીર ઇકબાલ. તેને ઝહીર રતનસી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક લોકપ્રિય જ્વેલરનો દીકરો છે. ઝહીરે પોતાના ઇ્ન્સ્ટાગ્રામ પેજ પર સલમાનના જન્મદિવસે આ તસવીર પોસ્ટ કરી હતી. સોનાક્ષી સિંહાએ પણ થોડા દિવસ પહેલાં સલમાન અને ઝહીર સાથેની તસવીર પોસ્ટ કરી હતી. 



મળતી માહિતી પ્રમાણે સલમાન ખાન પોતાના પ્રોડક્શન હાઉસ મારફતે ઝહીરને લોન્ચ કરશે. SKF અને 'મુબારકાં' ફિલ્મના મેકર્સ સાથે મળીને આ ફિલ્મ પ્રોડ્યુસ કરવાના છે.