મુંબઇ: સામંથા રુથ પ્રભુ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે ઇન્ટરેક્ટ કરતી રહે છે. હવે સામંથાએ ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પર સોમવાર રાતે એક પોસ્ટ કરી ફેન્સને જાગૃત કર્યા. હંમેશા પોતાના ફોટો અથવા ફિલ્મ સાથે જોડાયેલા અપડેટ્સ આપનારી સામંથાના ઇન્સ્ટાગ્રામ પર કંઇખ એવી પોસ્ટ થઇ જે જોઇ ફેન્સને લાગ્યું કે શું એક્ટ્રેસ જાતે કરી રહી છે કે પછી તેમનું એકાઉન્ટ હેક થઈ ગયું છે. ત્યારબાદ સામંથાએ તેના મેનેજરની પોસ્ટ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોર પર શેર કરી ક્લીયર કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે કારણ
સામંથાની ડિજિટલ મેનેજર સેશાંક બિનેશે જણાવ્યું કે, કેટલીક ટેક્નીકલ ગ્લિચના કારણે તેમના એકાઉન્ટમાં ક્રોસ પોસ્ટિંગ થઈ ગઈ. તેમણે લખ્યું હતું, ટેક્નિકલ ગ્લિચના કારણે સામંથાના એકાઉન્ટમાં ક્રોસ પોસ્ટ થઈ ગઈ. અમે તેની તપાસ કરી રહ્યા છીએ. કોઇપણ કન્ફ્યુઝન માટે અમે માફી માંગીએ છીએ. સામંથાએ ફરી મેનેજની સ્ટોરીને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શરે કરી.


Pushpa 2 માં અલ્લુ અર્જુનથી ટકરાશે આ ખતરનાક વિલન, આ હોટ એક્ટ્રેસે લીધી સામંથાની જગ્યા


સામંથાની ફિલ્મ
તમને જણાવી દઈએ કે, સામંથાએ હાલમાં તેની ફિલ્મ ઓહ બેબીના 3 વર્ષ પૂરા થવા પર સેલિબ્રેશન કરી રહી છે. ફિલ્મમાં સામંથા લક્ષ્મી અને નાગા શૌર્યા લીડ રોલમાં હતા. ફિલ્મને બીવી નંદીની રેડ્ડીએ ડાયરેક્ટ કરી હતી. ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ દ્વારા સારો રિસ્પોન્સ મળ્યો હતો અને બોક્સ ઓફિસ પર પણ ફિલ્મે સારી કમાણી કરી હતી. મંગળવારના સામંથાએ ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું અને લખ્યું હતું ફેવરેટ.


કાલીના પોસ્ટર વિવાદોમાં ઘેરાયેલી લીનાની આ છે સંઘર્ષ ગાથા, મામા સાથે થવાના હતા લગ્ન


હાલ સામંથાની અપકમિંગ ફિલ્મ ખુશીનું શૂટિંગ કરી રહી છે. આ એખ રોમેન્ટિંક ડ્રામા ફિલ્મ છે. જેમાં તેની સાથે વિજય દેવરકોંડા લીડ રોલમાં છે. ફિલ્મ આ વર્ષે 23 ડિસેમ્બરના રીલિઝ થશે અને આ ફિલ્મ તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રીલિઝ થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube