નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી સમીરા રેડ્ડી (Sameera Reddy) એ સોમવારે કહ્યું કે, તેના પતિ અક્ષય વર્દે અને બે બાળકો પણ કોવિડ-19થી સંક્રમિત થયા છે. એક દિવસ પહેલા સમીરા (Sameera Reddy) એ ખુદના કોરોના રિપોર્ટ વિશે જાણકારી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ
42 વર્ષીય અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ કરીને જણાવ્યું કે, કઈ રીતે ચાર વ્યક્તિનો પરિવાર વાયરસની ઝપેટમાં આવી ગયો છે. રેડ્ડીએ કહ્યું કે, તેના પાંચ વર્ષના પુત્ર હંસમાં સૌથી પહેલા લક્ષણો જોવા મળ્યા જેમાં તાવ, થાક, શરીરમાં દુખાવો અને પેટ ખરાબ થવુ સામેલ છે. આ ચાર દિવસ સુધી જારી રહ્યું. બાદમાં તે કોરોના પોઝિટિવ આવ્યો. 


આશિકીના ફેમસ સંગીતકાર Shravan Rathod કોરોના સંક્રમિત, વેન્ટિલેટર સપોર્ટ પર ખસેડાયા

સાસુનો રિપોર્ટ નેગેટિવ
રેડ્ડીએ લખ્યુ કે, સૌભાગ્યથી મારા સાસુ તેની ઝપેટમાં આવ્યા નથી અને તે અલગ રહેવા લાદ્યા છે. તેમનો રિપોર્ટ નેગેટિવ છે. બાળકો બાદ હું અને અક્ષય પણ પોઝિટિવ આવ્યા. અમે દવાઓ શરૂ કરી દીધી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube