દીકરીના લગ્નની આ તસવીર જોઈને સાનિયાના પરિવારને આનંદના બદલે થશે દુ:ખ કારણ કે...
સાનિયા મિર્ઝાની બહેન અનમના લગ્ન 2016માં થયા હતા
નવી દિલ્હી : ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની નાની બહેન અનમ મિર્ઝા પતિ અકબર રશીદથી તલાક લઈ રહી હોવાના સમાચાર છે. આ બંનેએ 2016ના નવેમ્બર મહિનામાં લગ્ન કર્યા હતા. પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે તલાકના કારણોની હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. અનમ પોતાની બહેન સાનિયાની સ્ટાઇલિશ છે અને પોતાનું ફેશન આઉટલેટ પણ ચલાવે છે. અનમના લગ્ન ભારે ધામધૂમથી થયા હતા જેમાં સલમાન ખાન, પરિણીતી ચોપડા, અર્જુન કપૂર, હુમા કુરૈશી તેમજ લારા દત્તા શામેલ થયા હતા. સલમાન અને પરિણીતીએ ડાન્સ પણ કર્યો હતો.
ફરી છવાયો પ્રિયા પ્રકાશનો જાદૂ, Video જોઈને ચોક્કસ યાદ આવી જશે સ્કૂલના દિવસો
અકબરનો હૈદરાબાદમાં બિઝનેસ છે. શાદી પહેલાં અકબર અને અનમ રિલેશનશીપમાં હતા. તેમની સગાઈ 2015માં થઈ હતી. એ સમયે અનમે કહ્યું હતું કે હું હંમેશા ફિલ્મો જેવી પ્રપોઝલ ઇચ્છતી હતી અને હું અકબર તરફથી ફિલ્મી પ્રપોઝલ મળવાની રાહ જોઈ રહી હતી. મને લાગે છે કે હવે જ્યારે સગાઈનું આમંત્રણ બધાને મોકલી દેવાયું છે ત્યારે આવી પ્રપોઝલ મને નહીં જ મળે.
જોકે અનમની આ ઇચ્છા અકબરે પુરી કરી હતી. અકબરે અખબારને માહિતી આપી હતી કે મને ખબર છે કેઅનમ બહુ ફિલ્મી છે અને આ માટે મેં તેને ફલકનુમા પેલેસમાં વિધિવત રીતે પ્રપોઝ કરી હતી. અહીં ચારે તરફ ગુલાબ વિખરાયેલા હતા. હું તેના માટે ટિયારા લઈ ગયો હતો અને પછી મેં તેને ઘુંટણભેર પ્રપોઝ કર્યું હતું.
જોકે કમનસીબે આ શાદીનો હવે અંત આવી ગયો છે.