નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેતા સંજય દત્ત  (Sanjay Dutt) ને યૂએઈ ગોલ્ડન વિઝા (UAE Viza) મળ્યા છે. જેની જાણકારી અભિનેત્રાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી આપી છે. આ તસવીરમાં તેમની સાથે યૂએઈના ડાયરેક્ટર જનરલ મોહમ્મદ અહમદ અલ મારી નજર આવી રહ્યા છે અને તેમણે સંજય દત્તને આ સન્માન આપ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં સંજય દત્તે યૂએઈ સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો છે. 


તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ટેલેન્ટેડ લોકોને યૂએઈમાં વસવા અને તેની કળાનો લાભ ઉઠાવવા માટે આ વિઝા આપવામાં આવે છે. જેનાથી દેશને ફાયદો મળી શકે. હવે ભારતથી સંજય દત્ત એકમાત્ર અભિનેતા છે જેને આ ગોલ્ડન વિઝા મળ્યા છે, જેનાથી તે ખુબ ખુશ છે. સંજય દત્ત ફિલ્મોના સિલસિલામાં દુબઈ જતો રહે છે. આ વિઝા બાદ તેને વધુ ફાયદો મળશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube