નવી દિલ્હીઃ સંસ્કાર ભારતીના 'સિને ટોકીઝ 2024' નું સત્તાવાર પોસ્ટર અને વેબસાઇટ (www.cinetalkies.in)ગુરૂવારે ફિલ્મ નિર્માતા બોની કપૂરની હાજરીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભારતીય ચિત્ર સાધના ટ્રસ્ટી પ્રમોદ બાપટ પણ હાજર રહ્યાં હતા. સંસ્કાર ભારતી કાર્યક્રમની શરૂઆત કોંકણ પ્રાંતના ઉપાધ્યક્ષ અરૂણ શેખર, ભોજપુરી-હિન્દી સિનેમાના નિર્માતા અને મીડિયા વ્યક્તિત્વ આનંદ. કે સિંહે અતિથિઓનું સ્વાગત કરી કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રમોદ બાપટે વુડ્સ ટુ રૂટ્સ થીમ પસંદ કરવા બદલ સંસ્કાર ભારતીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે થીમ વિવિધ પ્રાદેશિક સિનેમા ઉદ્યોગો તેમના ભારતીય મૂળમાં તેમના આત્માને શોધવા માટે એકસાથે આવવા વિશે વાત કરે છે. તેમણે વ્યાવસાયિક ફિલ્મ નિર્માતાઓમાં જાગૃતિ લાવવા માટે ભારતીય ચિત્ર સાધનાના તાજેતરના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય વાર્તાઓ અને વાર્તા કહેવાની પ્રાચીન કાળથી જ પ્રાસંગિકતા છે.


કહાની સંભળાવવી એક કલા
તેમણે કહ્યું કે કહાની સંભળાવવી એક કલા છે, જેને આપણે ભારતીયોએ દુનિયાને શીખવી છે. હવે ભારતીય નિર્માતાઓ માટે પોતાના મૂળ તરફ પરત ફરવા અને નવી કહાનીઓ શોધવાનો સમય આવી ગયો છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગની પાસે આજે વિશ્વભરમાં ભારતની છબિને એક સોફ્ટ પાવરના રૂપમાં રજૂ કરવાનો મોટો અવસર છે. પ્રમોદ બાપટે આશા વ્યક્ત કરી હતી કે સિને ટોકીઝના આવા પ્રયાસો ભાઈચારો અને સમાજ વચ્ચે વિચારોના સ્વસ્થ આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવામાં સફળ થશે.


સંસ્કાર ભારતીને શુભેચ્છા
તો બોની કપૂરે પોતાના સંબોધનમાં આવા કાર્યક્રમ કરવા માટે સંસ્કાર ભારતીને શુભેચ્છા આપી હતી. તેમણે કહ્યું કે ફિલ્મ ઉદ્યોગમાં પોતાના 50 વર્ષના અનુભવથી તેમણે હંમેશા અપ્રત્યક્ષ રૂપે ભારતીય લોકાચારનું પાલન કરવાનો પ્રયાસ કર્યો છે. 


મજબૂત મહિલા પાત્ર
તેમને કહ્યું કે તે હંમેશા પોતાની ફિલ્મોમાં એક મજબૂત મહિલા પાત્રને ચિત્રિત કરવામાં વિશ્વાસ કરે છે. ભારતીય સિનેમા અને ભારતીય કહાનીઓ એકબીજાથી જોડાયેલી છે. તેમણે ઉલ્લેખ કર્યો કે આજે આપણે અત્યાધુનિક તકનીકોના મિશ્રણથી પોતાની કહાનીઓ સારી રીતે વર્ણવવામાં સક્ષમ છીએ.