નવી દિલ્હી: ફિલ્મ '83'નું શૂટિંગ પુરૂ થયા બાદ અભિનેતા સાકિબ સલીમે કહ્યું કે ફિલ્મની પુરી ટીમે સાથે કહાણીમાં ઉતાર-ચઢાવનો અનુભવ કર્યો. '83' ભારતના 1983માં પહેલીવાર ક્રિકેટ વર્લ્ડ કપ જીતવાની કહાની છે. ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકામાં છે, જ્યારે દીપિકા કપિલ દેવની પત્ની રોમીની ભૂમિકામાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાકિબ તેમાં મોહિંદર અમરનાથના પાત્રમાં જોવા મળશે. ઇગ્લેંડન ઘણા સ્થળો પર ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે, તો બીજી તરફ અંતિમ શેડ્યૂલ મુંબઇમાં શૂટ કરવામાં આવ્યું અને સોમવારે તેનું શૂટિંગ પુરું થઇ ગયું. સાકિબે કહ્યું કે 'કોઇપણ ફિલ્મનું અંતિમ દિવસનું શૂટિંગ ખૂબ જ ભાવનાત્મક હોય છે પરંતુ '83'ની વાત કરું તો ભાવુક કહેવું તેના રજૂ કરવા માટે નાનો શબ્દ હશે કે હું કેવું અનુભવી રહ્યો છું. 


તેમણે કહ્યું કે એક ટીમના રૂપમાં અમે ખૂબ સમય સાથે પસાર કર્યો અને તે ભાવનાને અનુભવી  જે કોઇ સ્પોર્ટ્સ ટીમ કરે છે. અમે કહાણીના ઉતાર-ચઢાવ અને અમારી સાથે સફરનો અનુભવ કર્યો અને તે પ્રકારે લગાવ રજૂ કરવો મુશ્કેલ છે. ફિલ્મમાં બોમન ઇરાની, એમી વિર્ક અને હાર્ડિ સંધૂ પણ છે. ફિલ્મ 10 એપ્રિલ 2020ના રોજ રિલીઝ થશે.