સારા અલી ખાને બોલીવુડમાં ફિલ્મ કેદારનાથથી બોલીવુડમાં એન્ટ્રી કરી અને ત્યારબાદ તેણે પ્રોફેશનલ લાઈફમાં ખુબ ઉતાર ચડાવ પણ જોયા છે. જો કે દરેક ફિલ્મથી તે કઈને કઈ જરૂર શીખે છે. સારા અલી ખાન પોતાના બેક ટુ બેક પ્રોજેક્ટ્સ સાથે ઓટીટી પર છવાઈ જવા માટે તૈયાર છે. તેની ફિલ્મ મર્ડર મુબારક નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી અઠવાડિયે સારા અલી ખાનની પ્રાઈમ વીડિયોની ફિલ્મ એ વતન મેરે વતનમાં પણ જોવા મળશે. આ બધા વચ્ચે તેણે એક ઈન્ટરવ્યુમાં કેટલીક રસપ્રદ વાતોનો ખુલાસો કર્યો છે. ઈન્ટરવ્યુ દરમિયાન સારા અલીને પૂછવામાં આવ્યું હતું કે એવી કઈ વસ્તુ છે જે તેઓ હંમેશા પોતાની પાસે રાખે છે. જેના પર અભિનેત્રીએ ત્રણ વસ્તુઓ વિશે જણાવ્યું. 


રેડિયો મિર્ચી સાથે વાત કરતા સારા અલી ખાને કહ્યું કે મારા ફોનની પાછળ ત્રણ વસ્તુઓ હું હંમેશા રાખી મૂકું છું. એક છે કેદારનાથથી એક મેમરી જેવી વસ્તુ છે જે હું રાખુ છું. બીજુ એક 10 રૂપિયાની નોટ છે જે અજમેર શરીફથી છે. તથા અન્ય એક વસ્તુ મારું ન્યૂ યર રિઝોલ્યુશન છે જે મે હેન્ડ રિટર્ન નોટ પર રાખ્યું છે. સારાએ વધુમાં કહ્યું કે આ ત્રણેય એ વસ્તુ છે જે હંમેશા મારી સાથે રહે છે. લોકોને ફની લાગે છે કે હું આ 10 રૂપિયાની નોટ લઈને ફરુ છું. બોલવાની ક્યારેય જરૂર નથી પડી કે તે અજમેર શરીફથી છે. પરંતુ છે. 


અત્રે જણાવવાનું કે સારા અલી ખાન ખુબ ધાર્મિક છે. તે અવારનવાર મંદિર અને મસ્જિદમાં માથું ટેકતી જોવા મળે છે. ફેન્સ પણ તેના આ સ્વરૂપને ખુબ પસંદ કરે છે. સારાની ફિલ્મો વિશે વાત કરીએ તો સારાની ફિલ્મ એ વતન મેરે વતનમાં સારા ઉપરાંત સચિન ખેડકર, અભિય વર્મા, સ્પર્શ શ્રીવાસ્તવ, એલેક્સ ઓ નીલ અને આનંદ તિવારી મહત્વની  ભૂમિકામાં છે. ઈમરાન હાશમી ફિલ્મમાં મહેમાન કલાકારની ભૂમિકામાં છે. 


આ ઉપરાંત સારાની અન્ય ફિલ્મ મર્ડર મુબારકની વાત કરીએ તો આ મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, ડિમ્પલ કાપડિયા, વિજય વર્મા, કરશ્ના કપૂર, સંજય કપૂર અને ટિસ્કા ચોપડા પણ છે.