નવી દિલ્હી: સારા અલી ખાને (Sara Ali Khan) મનીષ મલ્હોત્રાના (Manish Malhotra) સુંદર લહેંગામાં ફોટોશૂટ કરાવ્યું છે. તેના આ લહેંગાની તસવીર ખુબજ વાયરલ થઈ હી છે. લોકો તેની આ તસવીર જોઇ ઘણા કન્ફ્યૂઝ થઈ ગયા છે. ફોટોમાં સારા લહેંગા-ચોળીમાં જોવા મળી રહી છે. આ તસવીરો પર ઘણી કોમેન્ટ આવી રહી છે અને લોકો અનેક પ્રકારના સવાલ કરી રહ્યા છે. કેટલાક લોકો આ આઉટફિટની મજાક ઉડાવી રહ્યા છે. તો કેટલાક લોકો સારાને ખુબ જ ટ્રોલ પણ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સારા થઈ રહી છે ટ્રોલ
આઇસી મિન્ટ શેડના લહેંગા સાથે સારા અલી ખાને (Sara Ali Khan) બેકલેસ બ્લાઉઝ પહેર્યો છે અને પીઠ દેખાળતા પોઝ આપી રહી છે. કેટલાક લોકોએ મજાક ઉડાવતા લખ્યું કે બ્લાઉસ કેવી રીતે ટકી રહ્યો છે. ત્યારે એકએ લખ્યું કે, બ્લાઉસ અત્યારે પડ્યો કે ત્યારે. ત્યારે કોઇ તો સારાને પૂછી રહ્યું છે કે, કેવી રીતે સંભાળી રહી છે? ત્યારે કેટલાક ફેન્સે સારાના આ લુકની પ્રશંસા કરી છે. સાથે તેના કોન્ફિડેન્સની પણ પ્રશંસા કરી છે.