નવી દિલ્હીઃ અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) હંમેશા પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટને લઈને ચર્ચામાં રહે છે. તે પોતાના ભાઈ ઇબ્રાહિમ અને માતા અમૃતા સિંહની સાથે પોતાની ખુબસૂરત તસવીરો પોસ્ટ કરતી રહે છે. પરંતુ આ વખતે પોતાના ભાઈની સાથે એક તસવીરને લઈને ટ્રોલ થઈ ગઈ છે. હકીકતમાં, સારાના ભાઈ ઇબ્રાહિમનો જન્મદિવસ આજે 5 માર્ચે છે. સારાએ ઇબ્રાહિમની સાથે જન્મદિવસની શુભકામનાઓ આપતા એક તસવીર પોસ્ટ કરી અને તેના કેપ્શનમાં લખ્યું, હેપ્પી બર્થ ડે ભાઈ. હું તને એટલો પ્રેમ કરુ છું કે, તેનો તને અંદાજ પણ નથી અને આજે હું તને ખુબ મિસ કરી રહી છું. તું મારી સાથે હોત. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ આ તસવીરમાં સારાએ બિકિની પહેરીહતી અને આ વાત યૂઝરોને પસંદ આવી નથી. એક યૂઝરે લખ્યું, ભાઈની સાથે આવી તસવીર કોન પોસ્ટ કરે છે દીદી. તો એક અન્ય યૂઝરે કહ્યું કે, વધુ થઈ ગયું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો બોલીવુડના અન્ય સમાચાર