નવી દિલ્હી: હાલમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. મોટાભાગના લોકો આ કપલની એક ઝલક જોવા માટે બેકરાર છે. લાંબી રિલેશનશિપ બાદ બંનેએ સાત ફેરા લઈ ફેન્સને ખુશ કરી દીધા પરંતુ શું તમે જાણો છો કે સારા અલી ખાન તેમની પ્રેમ કહાનીમાં અવરોધ બની શકતી હતી. જી હાં, સારા અલી ખાને પણ આલિયા ભટ્ટની જેમ નેશનલ ટીવી પર પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રણબીરની દિવાની સારા
સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન બોલીવુડમાં પગ મુક્તા પહેલા જ સેન્સેશન બની ગઈ હતી. તેણે રણબીર કપૂર માટે તેના પ્રેમને ખુલ્લેઆમ વ્યક્ત કર્યો હતો. કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણ સીઝન 6 માં સારા અલી ખાન કહેતી જોવા મળી હતી કે તે રણબીર કપૂર સાથે લગ્ન કરવા ઇચ્છે છે. જ્યારે આ વીડિયો સામે આવ્યા તે જ સમયથી વાયરલ થવા લાગ્યો અને દરેક તરફ આ વીડિયોની ચર્ચા થવા લાગી હતી.


પોતાની વાત પરથી ફરી ગઈ સારા
આ વીડિયો વાયરલ થયા બાદ સારા અલી ખાન જ્યાં પણ ગઈ ત્યાં તેને રણબીર કપૂરને લઇને સવાલ કરવામાં આવ્યા હતા. તે તેની ફિલ્મ 'કેદારનાથ'ના પ્રમોશન માટે એક રેડિયો સ્ટેશન પર ગઈ હતી. જ્યાં જોકીએ તેને આ અંગે સવાલ કર્યો. જેનો જવાબ આપતા સારા અલી ખાને કહ્યું કે, મેં રણબીર કપૂર સાથે લગ્નની વાત ઘણા સમય પહેલા કરી હતી, જે પાપાએ શોમાં દોહરાવી હતી. જો કે, હવે હું રણબીર કપૂર સાથે લગ્ન કરવા નથી ઇચ્છતી. ત્યારબાદ જોકી કહે છે કે, હાં એમ પણ આલિયા તારી ફ્રેન્ડ છે તો સારા અલી ખાન તરત જ જોકીની વાત કાપતા કહેવા લાગે છે કે, 'ના યાર એ વાત નથી. આ તો બધુ ચાલ્યા કરે આજ કાલ.' ત્યારબાદ સારા અલી ખાન હસવા લાગે છે અને કહે છે, 'આ હું શું કહી રહી છું.'


સારા અલી ખાનની આવનારી ફિલ્મ
સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો આ વર્ષે રિલીઝ થયેલી તેની ફિલ્મ 'અતરંગી'એ ધમાલ માચાવી છે. ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી આ ફિલ્મ સૌ કોઈને પસંદ આવી હતી. રિંકૂના રોલને સારા અલી ખાન જીવંત કરી દીધો. સારાની પરફોર્મેન્સની ખુબ જ પ્રશંસા થઈ રહી હતી. સારા અલી ખાનની અપકમિંગ ફિલ્મ વિક્કી કૌશલ સાથે છે. આ મૂવીનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. ડાયરેક્ટર લક્ષ્મણ ઉતેકરની આ ફિલ્મમાં સારા અલી ખાન સૌમ્યાના રોલ નિભાવતી જોવા મળશે. સ્ક્રીન પર પહેલી વખત સારા અને વિક્કીની જોડી જોવા મળશે.