નવી દિલ્હીઃ કોરિયોગ્રાફર સરોજ ખાનના (Saroj Khan Biopic) જીવન પર ફિલ્મ બનવા જઈ રહી છે. આ વાતની જાહેરાત ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારે કરી છે. સરોજ ખાનનું નિધન થઈ ચુક્યુ છે. હવે સરોજ ખાનના જીવન પર ફિલ્મ બનશે. તેમની પ્રથમ પુણ્યતિથિ પર ભૂષણ કુમારે આ વાતની જાહેરાત કરી છે. ટી સિરીઝે બાયોપિક સાથે જોડાયેલા રાઇટ્સ પણ ખરીદી લીધા છે. સરોજ ખાન ભારતના પ્રથમ મહિલા કોરિયોગ્રાફર હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટી-સિરીઝ ન માત્ર ફિલ્મનું નિર્માણ કરશે પરંતુ તેમણે ફિલ્મોના રાઇટ્સ પણ સરોજ ખાનના બાળકો પાસેથી ખરીદી લીધા છે. સરોજ ખાનના પુત્ર રાજૂ ખાન પણ કોરિયોગ્રાફર છે. સરોજ ખાનની પુત્રી સુકૈના ખાને એક અખબારી યાદીમાં કહ્યું- મારા માતાનું ખુબ સન્માન કરવામાં આવ્યું. પરંતુ અમે ખુબ નજીકથી તેમનો સંઘર્ષ અને લડાઈ જોઈ છે. મને આશા છે કે આ બાયોપિકના માધ્યમથી ભૂષણ જી તેમની કહાની કહી શકશે. તેમને ડાન્સને લઈને જનૂન હતું. તે બધા કલાકારોનું સન્માન કરતા હતા. 


Aamir Khan એ કિરણ રાવને આપ્યા છૂટાછેડા, 15 વર્ષ બાદ પરસ્પર સહમતિથી લીધો નિર્ણય


સરોજ ખાને માધુરી દીક્ષિતની સાથે ફિલ્મ કલંકમાં કામ કર્યું હતું. આ તેમની છેલ્લી ફિલ્મ હતી. તેમનું ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ 3500થી વધુ ગીત કોરિયોગ્રાફ કરી ચુક્યા છે. સરોજ ખાન 10 વર્ષના હતા ત્યારે ડાન્સર બન્યા હતા. 12 વર્ષની ઉંમરે તેમણે આસિટન્ટ કોરિયોગ્રાફર તરીકે કામ શરૂ કર્યું હતું. તેમણે માધુરી દીક્ષિત સાથે અનેક ગીતોમાં કામ કર્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube