મુંબઈ : એક સમયના ફિલ્મસ્ટાર્સ સુમિત સહેગલ અને શાહિનની દીકરી સાયશા સહેગલ સાઉથના સુપરસ્ટાર સુર્યા સાથે લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહી છે. સુર્યા તેના કરતા 17 વર્ષ મોટો હોવા છતાં બંનેનો રોમેન્સ પુરબહારમાં ચાલી રહ્યો છે. સાયશાનું બોલિવૂડના ટોચના સ્ટાર દીલિપ કુમારના પરિવાર સાથે પણ ખાસ કનેક્શન છે. સાયશા સુપરસ્ટાર દીલિપ કુમારના પત્ની સાયરાબાનુની બહેનની દીકરીની દીકરી છે અને તે આ દંપતિની બહુ નજીક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાયશાના માતા-પિતા સુમિત અને શાહિન અલગ થઈ ગયા છે. ડિવોર્સ પછી સુમિતે એક્ટ્રેસ ફરહા સાથે લગ્ન કર્યા છે જ્યારે સાયશા માતા શાહિન સાથે રહે છે. હવે સાયશા અને સુર્યાએ માર્ચ મહિનામાં લગ્ન કરવાના હોવાની જાહેરાત કરી છે. સુર્યા સાઉથનો સુપરસ્ટાર છે અને બંનેએ ફિલ્મ ગજનીકાંતમાં સાથે કામ કર્યું છે. આ ફિલ્મમાં કામ કરતા કરતા જ બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા અને હવે તેઓ લગ્ન કરવાના છે. સાયશા અને સુર્યાના પરિવારજનો આ લગ્નથી ખુશ છે. આ લગ્ન મુસ્લિમ રિવાજ પ્રમાણે થશે અને એ પછી ચેન્નાઈમાં શાનદાર રિસેપ્શન પણ આપવામાં આવશે. સાયશાએ પોતાની એક્ટિંગ કરિયર તેલુગુ ફિલ્મથી શરૂ કરી હતી અને પછી તેણે અજય દેવગનની 'શિવાય'થી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. 


Netflix પર પ્રિયંકાની એન્ટ્રી, આયોજન છે જબરદસ્ત 


સાયશા અને આર્ય હાલમાં સૂર્યા-કેવી આનંદના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ કપ્પનમાં વ્યસ્ત છે. આર્યા અભિનેતા તો છે પણ સાથેસાથે ચેન્નાઈમાં આલિશાન હોટેલનો માલિક પણ છે. તેની પોતાની પ્રોડક્શન કંપની પણ છે જેમાં તે ન્યૂ ટેલેન્ટને પ્રમોટ કરે છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...