ઝી બ્યૂરો, અમદાવાદ: ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય કલાકાર પ્રતિક ગાંધીની આજે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બોલબાલા છે, પ્રતિક પાસે SCAM 1992 બાદ અનેક મોટા પ્રોજેક્ટ છે, ત્યારે પ્રતિક ગાંધી ફરી હંસલ મહેતા સાથે કામ કરશે. પ્રતિક ગાંધી હવે T SERIESના નેજા હેઠળ બનનારી ફિલ્મમાં 'કોમન મેન' બનવા જઈ રહ્યો છે. જો કે ફિલ્મનું ટાઈટલ હજી નક્કી થયું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત વર્ષે જબરદસ્ત અભિનયથી લોકોના દિલ જીતનાર પ્રતિક ગાંધી ભૂષણ કુમાર અને હંસલ મહેતા સાથે કામ કરવા જઈ રહ્યો છે, ફિલ્મની જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ ટાઈટલ નક્કી કરાયું નથી. ફિલ્મમાં પહેલીવાર પ્રતિક ગાંધી અને ખુશાલી કુમાર એકસાથે સ્ક્રીન પર રોમાન્સ કરતા જોવા મળશે. ખુશાલી એક જાણિતો ચેહરો છે જેને ટી સિરીઝના આલ્બમ સોંગ 'પહેલે પ્યાર કા પહેલા ગમ'ના રિક્રિએટ વર્ઝનમાં જોવા મળી જેને દર્શકોએ ખૂબ પસંદ કરી છે. ખુશાલીએ હાલમાં જ આર માધવન અને અપારશક્તિ ખુરાના સાથેની પોતાની પહેલી ફિલ્મનું શુટિંગ પૂર્ણ કર્યું.


પહેલીવાર સાથે કામ કરતા પ્રતિક ગાંધી અને ખુશાલી કુમારે મુંબઈમાં લુક ટેસ્ટ આપ્યા અને ફિલ્મના શુટિંગ માટેની તૈયારી શરૂ કરી દીધી. આ એક ફેમિલી ડ્રામા છે જેમાં સામાન્ય માણસના સંઘર્ષની વાત હશે. પ્રતિક આ ફિલ્મમાં મુખ્ય પાત્રમાં છે તો ખુશાલી તેની પત્નીના પાત્રમાં હોઈ શકે છે. 


T SERIESના માલિક ભૂષણ કુમારે કહ્યું કે- આ ફિલ્મની વાર્તા સરળ પરંતુ વાસ્તવિક જીવન સાથે જોડાયેલી છે. દેશના સામાન્ય લોકો ફિલ્મની વાર્તા સાથે પોતાને રિલેટ કરી શકશે. આ ફિલ્મનું નિર્દશન પુલકિત કરશે જેને અગાઉ રાજકુમાર રાવની આવનારી ફિલ્મ 'બોસ - ડેડ ઓર અલાઈવ'નું નિર્દેશન કર્યું છે.



T-SERIESએ તેના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર પ્રતિકની નવી ફિલ્મની જાણકારી શેર કરી, પ્રતિકે પણ પોતાના સોશિયલ મીડિયા પર આગામી ફિલ્મની જાહેરાત કરી.


T SERIES અને કર્મા મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ પ્રોડકશન, ભૂષણ કુમાર,કૃષ્ણ કુમાર, શૈલેષ અને હંસલ મહેતાની પ્રતિક ગાંધી સ્ટારર ફિલ્મનું શુટિંગ 18 ઓગસ્ટથી શરૂ થશે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube