Shah Rukh Khan: શાહરૂખ ખાન બોલીવુડની એ હસ્તીઓમાં સામેલ છે જે ફિલ્મો ઉપરાંત અનેક સામાજિક કામો સાથે પણ જોડાયેલા રહે છે. ઓસ્ટ્રેલિયાની લા ટ્રોબ યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે શાહરૂખ ખાનના નામ પર એક સ્કોલરશિપ ચલાવવામાં આવે છે. જેને એક બ્રેક બાદ 2022માં ફરીથી શરૂ કરવામાં આવી છે. આ સ્કોલરશીપ દ્વારા એવા વિદ્યાર્થીનીઓને મદદ કરવામાં આવે છે જેઓ પીએચડી કરવા માંગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહરૂખ ખાન બોલીવુડની એ હસ્તીઓમાં સામેલ છે જે ફિલ્મો ઉપરાંત અનેક સામાજિક કામો સાથે પણ જોડાયેલા રહે છે. ઓસ્ટ્રેલિયાની લા ટ્રોબ યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે શાહરૂખ ખાનના નામ પર એક સ્કોલરશીપ ચલાવવામાં આવે છે. જેને એક બ્રેક બાદ 2022માં ફરીથી શરૂ કરવામાં આવી છે. આ સ્કોલરશીપ દ્વારા એવા વિદ્યાર્થીનીઓને મદદ કરવામાં આવે છે જેઓ પીએચડી કરવા માંગે છે. 


ધ શાહરૂખ ખાન લા ટ્રોબ યુનિવર્સિટી પીએચડી સ્કોલરશીપ 2019માં શરૂ કરવામાં આવી હતી. એએનઆઈના રિપોર્ટ મુજબ સ્કોલરશીપ માટે રજિસ્ટ્રેશન 18 ઓગસ્ટથી શરૂ થઈ ચૂક્યું છે અને 23 સપ્ટેમ્બર સુધી થઈ શકશે. ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્ન અને લા ટ્રોબ યુનિવર્સિટીની  ભાગીદારીથી ચલાવવામાં આવી રહેલી આ સ્કોલરશીપનો હેતુ ભારતની એવી વિદ્યાર્થીનીઓને સપોર્ટ કરવાનો છે જે દુનિયાને પોતાના રિસર્ચથી પ્રભાવિત કરવા માંગે છે. 2019માં ફેસ્ટિવલ દરમિયાન આ સ્કોલરશીપની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં શાહરૂખ ખાન મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં અમિતાભ બચ્ચન અને રાજકુમાર હિરાની પણ હાજર રહ્યા હતા. 


કેરળની વિદ્યાર્થીનીને મળી પહેલી સ્કોલરશીપ
પહેલી સ્કોલરશીપ કેરળના ત્રિશુરની ગોપિકા કોટ્ટનથારાઈલને મળી હતી. યુનિવર્સિટી મુજબ આ સ્કોલરશીપ માટે અરજી કરનારાઓની સંખ્યા વધુ રહે છે. લગભગ 800 લોકોએ તેના માટે અરજી કરી હતી. જેને જોતા સ્કોલરશીપ ફરીથી શરૂ કરવામાં આવી છે. 


અરજી માટે યોગ્યતા
આ સ્કોલરશીપ માટે જે નિયમો અને શરતો છે તે મુજબ અરજીકર્તા ભારતની વિદ્યાર્થીની અને રહીશ હોવી જોઈએ અને અરજીની તિથિના 10 વર્ષની અંદર પોસ્ટગ્રેજ્યુએશન કર્યું હોવું જોઈએ. પસંદ કરાયેલી વિદ્યાર્થીનીને ચાર વર્ષ સુધી સંપૂર્ણ ફી માટે સ્કોલરશીપ આપવામાં આવે છે. ફેસ્ટિવલના ડાઈરેક્ટર મીતુ ભૌમિક લાંગેએ કહ્યું કે ભારતથી આવનારા રિસર્ચ વિદ્યાર્થીનીઓ માટે આ સ્કોલરશીપ એક જીવન બદલનારો અનુભવ છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube