નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટર ટાઇગર શ્રૉફ અને અભિનેત્રી દિશા પટણીની ફિલ્મ બાગી 2 શુક્રવારે રિલીઝ થઈ અને ફિલ્મએ પ્રથમ દિવસે જ તમામને ચોંકાવી દીધા. ટાઇગરની આ ફિલ્મે પ્રથમ દિવસે 25 કરોડની કમાણી કરી. આ ફિલ્મએ પદ્માવતના પ્રથમ દિવસના કલેક્શનને પાછળ રાખી અને વર્ષની સૌથી મોટી આપનિંગ ફિલ્મ બની ગઈ છે. ટાઇગર અને દિશાની આ ફિલ્મ જોવા માટે દર્શકો રાહ જોઈ રહ્યાં છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મની બીજા દિવસની કમાણીનો આકડો સામે આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના ટ્વીટ પ્રમાણે ફિલ્મે બીજા દિવસે 22 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મએ અત્યાર સુધીમાં 47 કરોડનો વ્યાપાર કરી લીધો છે. તમને જણાવી દઈએ કે ફિલ્મને વિકેન્ડ હોવાને કારણે સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સના મિક્સ રિવ્યૂઝ મળ્યા છે. ફિલ્મને કેટલાક લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. જ્યારે કેટલાક ફિલ્મથી વધુ ખૂશ નથી. પરંતુ ટાઇગરની એક્શનને તમામ લોકોએ પસંદ કરી છે અને ફિલ્મમાં તેની એક્ટિંગને પણ લોકો પસંદ કરી રહ્યાં છે. 



જટીલ છે ફિલ્મની વાર્તા
ફિલ્મમાં ટાઇગર રણવીર પ્રતાપ સિંહ ઉર્ફે રોનીની ભૂમિકામાં છે અને એક કમાન્ડોની ભૂમિકા ભજવી રહ્યો છે. જ્યારે નેહા (દિશા) તેના કોલેજની લવરની ભૂમિકામાં છે અને તેના લગ્ન બીજા સાથે થઈ જાય છે અને ચાર વર્ષ બાદ બંન્નેની મુલાકાત થાય છે. નેહા, રોની પાસેથી તેની કિડનેપ થયેલી બાળકીને શોધવા માટે મદદ માંગે છે અને અહીંથી સ્ટોરી બદલાઇ જાય છે. ફિલ્મમાં દીપક ડોબરિયાલ, દિશાના પતિની ભૂમિકામાં છે. પ્રતીક બબ્બર દિશાના દેર સનીની ભૂમિકામાં છે. 


પ્રથમ કડીમાં રોનેને સની પર શંકા જાય છે. પરંતુ નેહાના પતિ શેખરનો રોલ ભજવી રહેલ દર્શન કુમાર રોનીને જણાવે છે કે તેની કોઇ પુત્રી છે જ નહીં. તેવામાં ફિલ્મની સ્ટોરી જટીલ થઈ જાય છે. નવી નવી વાતો સામે આવે છે, પરંતુ આ બધા વચ્ચે શું રોની આ મિસ્ટ્રીને ઉકેલવામાં સફળ થાય છે કે નહીં ? તે માટે તમારે સિનેમાઘરમાં જઈને ફિલ્મ જોવી પડશે.