ટીવી પર બહુ જલ્દી ડોક્ટર ભીમરાવ આંબેડકર પર સિરીઝ, જાણો શું હશે ખાસ
સિરીઝમાં પ્રસાદ જાવડે, નેહા જોશી અને જગન્નાથ નિવંગુણે જેવા લોકપ્રિય મરાઠી કલાકાર કામ કરશે. બાળ કલાકાર આયુધ ભાનુશાળી એમાં આંબેડકરનો બાળપણનો રોલ ભજવશે.
મુંબઈ : ડોક્ટર ભીમરાવ આંબેડકર (Dr Bhim Rao Ambedkar)ના જીવનને એક હિન્દી ટેલિવિઝન સિરીઝના માધ્યમથી બતાવવામાં આવશે. ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે જાણીતા બાબાસાહેબ આંબેડકરના જીવન પરની આ સિરીઝનું નામ 'એક મહાનાયક : ડોક્ટર ભીમરાવ આંબેડકર' છે. આ સિરીઝની સ્ટોરી ભાલચંદ્ર ફડકેના પુસ્તક પર આધારિત છે.
પ્રેમમાં ગળાડૂબ હોવા છતાં દિલીપકુમારે પત્ની સાયરાને છોડીને રાતોરાત કરી લીધા હતા બીજા લગ્ન
આ નવી સિરીઝ વિશે વત કરતા એન્ડ ટીવીના બિઝનેસ હેડ વિષ્ણુ શંકરે જણાવ્યું છે કે ડોક્ટર ભીમરાવ આંબેડકર લાખો ભારતીયોને એક રાષ્ટ્ર અને એક સંવિધાનનું છત્ર આપ્યું હતું. તેણે એક રાષ્ટ્રનો પાયો નાખ્યો હતો. ડોક્ટર ભીમરાવ આંબેડકર પર આ શો બનાવવાનો અમને ગર્વ છે. મને ખાતરી છે કે આ વાર્તા ભારતીયોના દિલને સ્પર્શી જશે.
Viral Video : દિશા વાકાણીની જબરદસ્ત મિમિક્રી કરી કોલેજિયને, યાદ આવી જશે દયાબહેન
સિરીઝમાં પ્રસાદ જાવડે, નેહા જોશી અને જગન્નાથ નિવંગુણે જેવા લોકપ્રિય મરાઠી કલાકાર કામ કરશે. બાળ કલાકાર આયુધ ભાનુશાળી એમાં આંબેડકરનો બાળપણનો રોલ ભજવશે. આ સિરીઝમાં પ્રસાદ જાવડે વયસ્ક ડોક્ટર ભીમરાવ આંબેડકરનો રોલ ભજવશે. સિરીઝમાં નેહા જોશી ડોક્ટર ભીમરાવ આંબેડકરના માતા ભીમાબાઈના રોલમાં જોવા મળશે. ટીવી પર માતાના રોલમાં નેહા પહેલીવાર જોવા મળશે. સ્મૃતિ શિંદેની સોબો ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ કાર્યક્રમનું પ્રસારણ 17 ડિસેમ્બરે એન્ડ ટીવી પર થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક