Sex Education 4: દુનિયાની સૌથી લોકપ્રિય વેબ સિરીઝમાંથી એક નેટફ્લિક્સની સેક્સ એજ્યુકેશન છે. જો કે આ વેબ સીરીઝનો હવે અંત આવવાનો છે. નેટફ્લિક્સ દ્વારા સેક્સ એજ્યુકેશન વેબ સીરીઝની લાસ્ટ સીઝનનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ વેબ સિરીઝ ભારતમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. આ સીરીઝની પહેલાની 3 સીઝન સૌથી વધુ જોવામાં આવી છે. સેક્સ એજ્યુકેશન વેબ સીરીઝ સ્કૂલ-કોલેજમાં ભણતા બાળકોની વાર્તા છે. જેમને સેક્સ વિશે જિજ્ઞાસા છે પરંતુ  તેઓ ખોટી માહિતીના કારણે પ્રોબ્લેમમાં ફસાઈ જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


LSD 2: લસ્ટ સ્ટોરીઝ 2 પછી હવે જોવા મળશે Love Sex Dhokha 2, આ તારીખે થશે રિલીઝ


શ્રીદેવીને દિવ્યા ભારતીની અધુરી ફિલ્મ કરવી પડી ભારે, સેટ પર બનેલી ઘટનાથી ઉડી ગયા હોશ


મારી સફળતાની તે સમયના સ્ટારકિડ્સને ઈર્ષા થતી.. ઘણી ફિલ્મો છીનવી, અમીષા પટેલનો ધડાકો


સેક્સ એજ્યુકેશનની ચોથી સીઝનનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ સીઝન પણ છેલ્લી 3 સીઝનની જેમ બોલ્ડ છે. ટીઝરની શરુઆત ઓટિસથી થાય છે. તે કોલેજમાં પોતાની સેક્સ થેરાપી ક્લિનિક ફરીથી ખોલવાનો પ્રયત્ન કરે છે. તે ખુલાસો પણ કરે છે કે તેણે આ બધું તેની માતા પાસેથી શીખ્યું છે. કારણ કે તેની માતા સેક્સ થેરાપિસ્ટ છે. તેથી તે પણ મિત્રો, કિશોર અને યુવાનોની સમસ્યા દુર કરે છે. 



આ સીઝનમાં ઓટિસની લવ સ્ટોરી પણ દેખાડવામાં આવશે. આ સીઝનમાં પણ ઘણી સ્ટોરી એક સાથે જોવા મળશે. લોકોમાં આ સીઝનને લઈને પણ આતુરતા છે. સેક્સ એજ્યુકેશનની છેલ્લી સીઝન દુનિયાભરના દેશોમાં 21 સપ્ટેમ્બરથી સ્ટ્રીમ થશે.