Shabana Azmi ને ઓનલાઇન દારૂ ખરીદવો પડ્યો મોંઘો, થઈ ગયો દાવ!
શબાના આઝમી (Shabana Azmi) ઓનલાઇન છેતરપિંડીનો શિકાર થયા છે. શબાનાએ પોલીસને કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો છે. શબાનાએ ટ્વીટ કરી આ મામલે નિવેદન આપ્યું છે.
નવી દિલ્હીઃ દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી (Shabana Azmi) ઓનલાઇન છેતરપિંડીનો શિકાર થયા છે. ગુરૂવારે ટ્વિટર પર શબાનાએ આ વાતની જાણકારી આપી છે. શબાનાએ ફેન્સને સાવચેત કર્યાં છે. શબાનાએ ફેન્સને કહ્યું કે, તે ઓનલાઇન છેતરપિંડીનો શિકાર થયા છે. તેમણે જણાવ્યું કે, કઈ રીતે તે એડવાન્સ પેમેન્ટ કરી ફસાયા છે.
શબાના બન્યા છેતરપિંડીનો શિકાર
શબાના આઝમીએ એક દારૂની દુકાનથી સામાન ઓર્ડર કર્યો હતો. શબાનાએ પોતાના આ ઓર્ડરની વિગત પણ ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. તમામ જાણકારી શેર કરી અભિનેત્રીએ જણાવ્યું કે, તેના સુધી રસીદમાં લખેલો સામાન હજુ સુધી પહોંચ્યો નથી. સાથે જણાવ્યું કે, તે દુકાન પર ફોન કરી રહ્યાં છે, પરંતુ તેમનો કોલ કોઈ રિસીવ કરી રહ્યાં નથી.
Anupama Promo: અનુપમાને હરાવવા માટે કાવ્યાની નવી યુક્તિ, કિંજલનો કરશે ઉપયોગ
વાયરલ થયું ટ્વીટ
શબાના આઝમીએ ટ્વીટ કર્યા બાદ તેમનું ટ્વીટ વાયરલ થઈ ગયું છે. ઘણા ફેન્સે તેમને પોલીસમાં ફરિયાદ કરવાનું સૂચન કર્યું છે. આ પૂરા મામલામાં શબાના આઝમી તરફથી નવું અપડેટ શેર કરવામાં આવ્યું છે. અંતમાં @living_liquidz ના માલિકોની જાણકારી મેળવી અને તે જાણવા મળ્યું કે, જે લોકોએ મારી સાથે છેતરપિંડી કરી તે ફ્રોડ છે, જેને લિવિંગ લિક્વિડ સાથે કોઈ લેવાદેવા નથી. હું આગ્રહ કરૂ છું કે મુંબઈ પોલીસ અને સાઇબર ક્રાઇમ સેલે આ ગુનેગારોના ગેરકાયદેસર વ્યવસારોના નામનો ઉપયોગ કરવા અને છેતરપિંડી રોકવા માટે કાર્યવાહી કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube