Shah Rukh Khan-Gauri Khan: શાહરુખ ખાન અને ગૌરી ખાનની સ્પેશિયલ મોમેંટ કેમેરામાં થઈ કેદ, આઈપીએલ મેચનો વીડિયો થયો વાયરલ
Shah Rukh Khan-Gauri Khan:ફાઈનલ મેચ જીત્યા બાદ જ્યારે શાહરુખ ખાન મેદાનમાં ખેલાડીઓને મળવા અને શુભેચ્છા આપવા નીકળ્યો હતો ત્યારે પણ ગૌરી ખાન તેની સાથે હતી. શાહરુખ ખાન અને ગૌરી ખાનની સ્પેશિયલ મોમેંટ પણ કેમેરામાં કેપ્ચર થઈ હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Shah Rukh Khan-Gauri Khan: બોલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાન પોતાના પરિવાર સાથે પોતાની ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સને આઈપીએલ ફાઈનલ્સ 2024 માં સપોર્ટ કરવા પહોંચ્યો હતો. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ પહેલીવાર શાહરુખ ખાન મેચમાં જોવા મળ્યો હતો. શાહરુખ ખાન પોતાની ટીમને સપોર્ટ કરવા આવ્યો હતો અને તેનો પરિવાર તેની સપોર્ટ સિસ્ટમ બની સાથે રહ્યો હતો. મેચ દરમિયાન ગૌરી ખાન અને સુહાના ખાન સતત શાહરુખ ખાન સાથે જોવા મળી હતી.
ફાઈનલ મેચ જીત્યા બાદ જ્યારે શાહરુખ ખાન મેદાનમાં ખેલાડીઓને મળવા અને શુભેચ્છા આપવા નીકળ્યો હતો ત્યારે પણ ગૌરી ખાન તેની સાથે હતી. શાહરુખ ખાન અને ગૌરી ખાનની સ્પેશિયલ મોમેંટ પણ કેમેરામાં કેપ્ચર થઈ હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ટીમની જીત પછી સ્ટેંડમાં શાહરુખ ખાને ગૌરી ખાનને ગળે લગાડી તેના કપાળ પર કિસ કરી હતી. શાહરુખ ખાન અને ગૌરી ખાનની આ વિનિંગ મોમેંટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
કેકેઆરની જીત પછીના શાહરુખ ખાનના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો તેના ત્રણેય બાળકો સાથેનો છે. જીત પછી સુહાના ખાન તેના પિતા શાહરુખ ખાનને પુછે છે કે તે ખુશ છે ? ત્યારે શાહરુખ ખાન હામાં માથું હલાવી તેને ગળે ગલાવે છે. ત્યારબાદ અબરામ અને આર્યન પણ શાહરુખ ખાનને મળવા આવે છે.