`બધાને 15 મિનિટની પ્રસિદ્ધિની જરૂર`, ફિલ્મ પઠાણના વિવાદ વચ્ચે શાહરૂખનું ટ્વીટ
પઠાણ ફિલ્મના દેશભરમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે શાહરૂખ ખાન શનિવારે ટ્વિટર પર આવ્યો હતો અને #AskSRK કર્યું. શાહરૂખ ખાને ફિલ્મ પઠાણથી લઈને રોનાલ્ડો અને મેસ્સી પર પણ જવાબ આપ્યો હતો.
નવી દિલ્હીઃ શાહરૂખ ખાન સોશિયલ મીડિયા પર વધુ સક્રિય રહેતો નથી પરંતુ જ્યારે આવે છે તો તેમની દરેક પોસ્ટ વાયરલ થઈ જાય છે. તે ટ્વિટર પર ઘણીવાર #AskSRK સેશન કરે છે, જ્યાં ફેન્સને મળે છે અને તેના સવાલોના જવાબ આપે છે. પોતાના કમાલના સેન્સ ઓફ હ્યૂમરથી શાહરૂખ ટ્વિટર પર ફેન્સનું દિલ જીતી લે છે. એવા સમયમાં જ્યારે તેની આવનારી ફિલ્મ પઠાણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, શનિવારે શાહરૂખ ટ્વિટર પર આવ્યો હતો. શાહરૂખે ફિલ્મથી લઈને રોનાલ્ડો અને મેસ્સી પર પણ જવાબ આપ્યો હતો.
શાહરૂખે ટ્વિટર પર ફેન્સ સાથે કરી વાત
શાહરૂખ ખાને ટ્વીટ કરી કહ્યુ કે 15 મિનિટ છે તે ફેન્સના સવાલ લેશે. તેના પર એક યૂઝરે પૂછ્યુ- #AskSRK હંમેશા 15 મિનિટ માટે કેમ હોય છે? તો શાહરૂખે કહ્યું- કારણ કે બધાને 15 મિનિટની લોકપ્રિયતાની જરૂર હોય છે. ફેન્સ શાહરૂખના આ ટ્વીટને તેનો વિરોધ કરી રહેલા લોકોને જોડીને જોવા લાગ્યા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube