કુછ કુછ હોતા હૈ... નો એ સીન, જેને કરતા પહેલા શરમમાં મૂકાયો હતો શાહરૂખ ખાન
Kuch Kuch Hota Hai : જ્યારે શાહરૂખ ખાનને કુછ કુછ હોતા હૈ શુટિંગ દરમિયાન શરમજનક સ્થિતનો સામનો કરવો પડ્યો, ટાઈટ જિન્સ પહેરીને શાહરૂખ થોડા અસહજ થઈ ગયા હતા
Shah Rukh Khan : બોલિવુડના કિંગ ખાને તેમની સૌથી બેસ્ટ ફિલ્મ કુછ કુછ હોતા હૈ ફિલ્મના શુટિંગ દરમિયાનનો એક શરમજનક સ્થિતિનો અનુભવ શેર કર્યો હતો. ફિલ્મમેકર કરણ જૌહરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાહરૂખ ખાનનો કુછ કુછ હોતા હૈના સેટનો એક થ્રોબેક ફોટો શેર કર્યો હતો. જેના બાદ તેની સાથે જોડાયેલો એક કિસ્સો સામે આવ્યો.
વીડિયોમાં શાહરૂખ ખાનને ફિલ્મમાં કેટલાક શરમજનક પળો વિશે વાત કરતા જોઈ શકાય છે અને તેમણે કહ્યું કે, આ ફિલ્મમાં તેમને એવા કપડા પહેર્યા છે, જે તેમના માટે બહુ જ શરમજનક ભર્યા પળ હતા. તેમણે ફિલ્મમાં રાહુલ ખન્નાનું પાત્ર ભજવ્યુ હતું, જેના માટે તેમને ટાઈટ ટી-શર્ટ અને જિન્સ પહેરવા મજબૂર કરાયા હતા.
ટાઈટ ટીશર્ટ અને ચોંટી જાય તેવી ટીશર્ટ
ફિલ્મના એક સીટનને લઈને શાહરૂખ ખાને જણાવ્યું કે, ફિલ્મમાં તેણે અજાણતા જ એક બાસ્કેટમાં ગોલ કર્યો હતો. આ પળ બહુ જ ખાસ હતી. કરણ જૌહરે કુછ કુછ હોતાના દિવસોને યાદ કરતા નોટ લખી હતી કે, શાહરૂખ ખાને કુછ કુછ હોતા હૈમાં જે પણ પહેર્યું, તે આજે પણ ફેશન સાથે જોડાયેલી છે. ઓવરસાઈઝ હુડી, ગ્રેફિટી જિન્સ. તે અસહજ થઈ જાય તેવું પહેર્યું હતું.
ફિલ્મમાં કોણ કોણ છે
કુછ કુછ હોતા હૈ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મમાં કાજોલ, રાની મુખર્જી અને સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં હતા. જેમાં સના સઈદે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ફિલ્મને 46 મા નેશનલ એવોર્ડ પુરસ્કારથી સન્માનિત કરાઈ હતી. આ ફિલ્મ કરણ જૌહરના ડાયરેક્શનમાં બનેલી પહેલી ફિલ્મ હતી.