Jawan On OTT: બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાને આ વર્ષે બે બ્લોકબસ્ટર ફિલ્મોથી લોકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. વર્ષની શરૂઆતમાં તેની ફિલ્મ પઠાણ રિલીઝ થઈ હતી અને તાજેતરમાં જ ફિલ્મ જવાન રિલીઝ થઈ છે. હવે ટૂંક સમયમાં જ તેની ફિલ્મ ડંકી પણ રિલીઝ થવાની છે. ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર સતત કમાણીના નવા નવા રેકોર્ડ્સ બનાવી રહી છે. જવાન ફિલ્મે ભારતમાં 614 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે. તેવામાં હવે આ ફિલ્મ ઓટીટી પર ક્યારેય રિલીઝ થશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ તારીખે રિલીઝ થશે સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 નું ટ્રેલર, શાહરુખનો તુટશે રેકોર્ડ


એકશન જોઈ જીવ થશે અદ્ધર, સંજય દત્તનો ખૂંખાર લુક ડરાવશે તમને, જુઓ લિયો ફિલ્મનું ટ્રેલર


Viral Video: શોર્ટ ડ્રેસમાં ભાંગડા કરતી Shehnaaz Gill થઈ Oops Moment નો શિકાર


લોકોની આ આતુરતાનો અંત પણ આજે લાવી દઈએ. જવાન ફિલ્મ ટૂંક સમયમાં જ ઓટીટી પર રિલીઝ થઈ શકે છે. આ અંગે મળતી જાણકારી અનુસાર નેટફ્લિક્સે જવાન ફિલ્મના ઓટીટી રાઈટ્સ 250 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. એટલે કે જવાન ફિલ્મ નેટફિક્સ પર જોવા મળશે. જોકે આ ફિલ્મની રિલીઝ ડેટ અંગે હજુ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જાણકારોનું કહેવું છે કે ઓટીટી પર જવાન ફિલ્મનું પ્રીમિયર 28 ઓક્ટોબર આસપાસ થઈ શકે છે. જોકે તેની પણ સત્તાવાર ઘોષણા હજુ સુધી કરવામાં આવી નથી. તેની સાથે જ ચર્ચાઓ એવી પણ છે કે શાહરુખ ખાનના જન્મદિવસ એટલે કે 2 નવેમ્બરે નેટફ્લિક્સ પર જવાન ફિલ્મ રિલીઝ થઈ શકે છે.


ચર્ચાઓ એવી પણ છે કે જવાન ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ અંગે અનાઉન્સમેન્ટ વિડીયો 11 ઓક્ટોબરે શૂટ કરવામાં આવશે. આ વિડીયોમાં શાહરુખ ખાન તેની ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ અંગે જાહેરાત કરી શકે છે. જણાવી દઈએ કે જવાન આ વર્ષે 7 સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થઈ હતી. જેમાં શાહરુખ ખાન સાથે મુખ્ય ભૂમિકામાં નયનતારા, વિજય સેતુપતિ અને દીપિકા પાદુકોણ જોવા મળ્યા હતા.