Veer Zaara: શાહરુખ ખાન અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ વીર ઝારા વર્ષ 2004 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દિવંગત ફિલ્મ નિર્માતા યશ ચોપડાના નિર્દેશનમાં બની હતી. ફિલ્મમાં ભારતીય નેવી ઓફિસર અને એક પાકિસ્તાની યુવતીની પ્રેમ કહાની દેખાડવામાં આવી હતી. આ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે દર્શકોએ ફિલ્મને ખૂબ જ પસંદ કરી હતી. વર્ષ 2004માં રિલીઝ થયેલી આ ફિલ્મને વર્ષ 2024 માં  ફરીથી સિનેમા ઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. વીર ઝારા ફિલ્મનો ક્રેઝ આજે પણ યથાવત છે. આ વાત બોક્સ ઓફિસની કમાણી પરથી કહી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Ramayana: રામાયણ આધારિત આ આઇકોનિક ફિલ્મ 31 વર્ષ પછી ફિલ્મી પડદે થશે રિલીઝ


ફિલ્મે રી રીલીઝ સાથે કુલ 100 કરોડથી વધુનું કલેકશન કર્યું છે. વીર ઝારા ફિલ્મએ દુનિયાભરમાં 100 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. વીર ઝારા ફિલ્મનું 13 સપ્ટેમ્બર અને શુક્રવારનું કલેકશન 20 લાખનું હતું. ત્યાર પછી શનિવારે ફિલ્મનું કલેક્શન 32 લાખ, રવિવારે 38 લાખ, સોમવારે 20 લાખ, મંગળવારે 18 લાખ, બુધવારે 15 લાખ અને ગુરુવારે 14 લાખની કમાણી થઈ હતી. ફિલ્મ રિ-રિલીઝ થયા પછીના આ અઠવાડિયામાં ભારતમાં વીર ઝારા ફિલ્મનું કલેકશન 1.57 કરોડનું થયું છે. આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરી મહિનામાં ફિલ્મ ફરીથી રિલીઝ થઈ હતી. 


આ પણ વાંચો: અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપવા માટે બોલીવુડ સ્ટાર્સને પૈસા મળ્યા હતા ?


વર્ષ 2004માં રિલીઝ થયેલી ફિલ્મ વીર ઝારા એ તે સમયે ઘરેલુ બોક્સ ઓફિસ પર 61 કરોડનો બિઝનેસ કર્યો હતો અને વિદેશી બોક્સ ઓફિસ પર 37 કરોડનું કલેક્શન થયું હતું. તે સમયે તેની કુલ કમાણી 98 કરોડ હતી. આ ફિલ્મે 2004 થી 2024 સુધીમાં 2.50 કરોડ રૂપિયા કમાયા છે. ફિલ્મની બંને રિલીઝના કલેક્શનને જોડીને જોવામાં આવે તો અત્યાર સુધીમાં ફિલ્મે 102 કરોડથી વધારેનું કલેક્શન કરી લીધું છે. 20 સપ્ટેમ્બરે નેશનલ સિનેમા ડે પર આ ફિલ્મને સૌથી વધુ ફાયદો થયો હતો, આ ફિલ્મની ટિકિટના વેચાણમાં 20 તારીખે ઉછાળો નોંધાયો હતો. જેના કારણે હવે આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં પહોંચી ચુકી છે.