નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના સ્વચ્છ ભારતને શાહરુખ ખાનનો સાથ મળ્યો છે. કિંગ ખાને પોતાનાં ટ્વીટર એકાઉન્ટથી ત્રણ વીડિયો શેર કરીને સ્વચ્છતાનું મહત્વ જણાવ્યું હતું. વડાપ્રધાન તેના માટે શાહરુખ ખાનનો ટ્વીટ કરીને આભાર વ્યક્ત કર્યો હતો. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધી જયંતી પ્રસંગે શાહરુખે પહેલો વીડિયો શેર કરતા લખ્યું કે, મળીને કરીએ આપણા રાષ્ટ્રપિતા અને વડાપ્રધાનજીનાં એક સ્વચ્છ ભારતનાં સપનાને સાકાર. આ વીડિયોમાં શાહરુખ જણાવી રહ્યા છે કે બહાર શૌચ કરવાથી કેવા પ્રકારની બીમારીઓ થઇ શકે છે. શાહરુખ ખુલ્લામાં શૌચ કરવાનાં ખતરા અંગે લોકોને જાગૃત કરતા જોવા મળી રહ્યા છે. 



બીજી તરફ પોતાનાં બીજા વીડિયોમાં કિંગ ખાન શૌચાલયની સાફ સફાઇની વાત કરી રહ્યા છે. વીડિયો ટ્વીટ કરીને તેમણે લખ્યું કે, એક કદમ સ્વચ્છતા કી ઓર... અભિનેતા વીડિયોમાંજણાવી રહ્યો છે કે જો તમે શૌચાલયને સાફ નથી રાખતા તો તે આગળ ઉપયોગ લાયક નહી રહે. એટલા માટે શૌચાલયના ઉપયોગ બાદ તેને સાફ કરવું જોઇએ. 



શાહરૂખે ત્રીજા વીડિયોમાં કહ્યું કે, દેશ આપણા થકી અને આપણે દેશ થકી છીએ. આ વીડિયોમાં દિગ્ગજ અભિનેતા કચરાની સમસ્યા અંગે વાત કરી રહ્યો છે. શાહરૂખે જણાવ્યું કે, કઇ રીતે કચરાની સમસ્યા દુર કરવામાં આવી શકે છે. મોટા શહેરોમાં કચરાનાં ગંજ ખડકાઇ ચુક્યા છે અભિનેતા વીડિયોમાં લોકોને કચરાનાં પહાડોને ઉકેલવાની પદ્ધતી જણાવી રહ્યો છે. 



અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ શાહરુખનાં વીડિયોને રીટ્વીટ કરીને આભાર પણ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને લખ્યું કે, સ્વચ્છ ભારત મિશનનાં સમર્થન માટે આબાર. તમારા શબ્દો લોકોને સ્વચ્છતા માટે પ્રેરિત કરશે.