શાહરુખ ખાનની દિકરી સુહાના ખાન ટૂંક સમયમાં જ બોલીવુડમાં કરશે ડેબ્યુ

બોલીવુડમાં આવતા પહેલ જ સુહાના ખાન એક સેલિબ્રિટી બની ગઈ છે. સુહાના ખાનના ઇન્સ્ટાગ્રામ પર 20 લાખ ફોલોઅર્સ છે.
નવી દિલ્હીઃ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) ની પુત્રી સુહાના ખાન (Suhana Khan) ક્યારે બોલીવુડમાં પગ મુકશે તેનો જવાબ હજુ સુધી ફેન્સને મળી શક્યો નથી. સિનેમા જગતમાં પગ રાખતા પહેલા જ સુહાના સેલિબ્રિટી બની ચુકી છે અને તેની ફેન ફોલોઇંગ પણ વધારે છે. માત્ર ઇન્સ્ટાગ્રામ પર સુહાનાના 20 લાખ ફોલોઅર્સ છે. આલિયા ભટ્ટ અને અનન્યા પાંડે જેવા અનેક સેલિબ્રિટી તેને ફોલો કરે છે.
શાહરૂખેવ રાખી છે આ શરત
શાહરૂખ ખાન ઘણીવાર સ્પષ્ટ કરી ચુક્યા છે કે તેમના બાળકોને બોલીવુડમાં પગ મુકવાની મંજૂરી માત્ર એક શરત પર છે. તે છે તેણે પોતાનો અભ્યાસ પૂરો કરવો પડશે. હવે સુહાના પોતાની ડિગ્રી પૂરી કરવાની છે, તેવામાં માનવામાં આવી રહ્યું છે કે તે બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે. હાલમાં સુહાનાની સામે આવેલી કેટલીક તસવીરો તે તરફ ઇશારો કરે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube