મુંબઈ : શાહિદ કપૂરે તેનાથી 15 વર્ષ નાની મીરાં સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. શાહિદ અને મીરાંના લગ્નને 7 જુલાઈ, 2017ના દિવસે બે વર્ષ પણ પુરા થઈ ગયા છે. શાહિદ અને મીરાં લગ્નના એક વર્ષ પછી તરત દીકરી મીશાના માતા-પિતા બની ગયા હતા. હાલમાં બોલિ્વૂડમાં ચર્ચા છે કે શાહિદની પત્ની મીરાં ફરી પ્રેગનન્ટ છે. હાલમાં મીરાં જાહેર કાર્યક્રમોમાં  જોવા મળી હતી ત્યારે તેનો બેબી બમ્પ સ્પષ્ટ નજરે ચડતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહિદ સાથે મીરાંના લગ્ન નક્કી થયા ત્યારે તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી પોતાનું ભણવાનું પૂરું કર્યું હતું. તે એક સામાન્ય છોકરીમાંથી ખૂબ ટૂંકા સમયમાં એક સ્ટારની વાઈફ તરીકે ગ્લેમરની દુનિયામાં ફિટ બેસી ગઈ. શાહિદે એક ઈન્ટરવ્યુમાં મીરા રાજપૂત સાથે લવ સ્ટોરી વિશે ઉલ્લેખ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, ‘મીરા સાથે મારી મુલાકાત દિલ્હીમાં તેના ફ્રેન્ડના ફાર્મહાઉસ પર થઈ હતી. અમે પહેલી જ મુલાકાતમાં 7 કલાક સુધી વાતો કરી હતી અને ત્યારે મને લાગ્યું હતું કે, મીરા એ છોકરી છે જેની સાથે હું લગ્ન કરી શકું છું.’


શાહિદ અને મીરાં બીજા બાળકનું પ્લાનિંગ કરી જ રહ્યા હતા. તેમની બીજી વેડિંગ એનિવર્સરીએ મીરાંએ જાહેરમાં ઇચ્છા વ્યક્ત કરી હતી કે તે બીજીવાર માતા બનવા માગે છે અને તેઓ બીજા બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છે. ગયા વર્ષે મીરા રાજપૂતને જ્યારે પ્રોફેશનલ કરિયર અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે તે અને શાહિદ બીજા બાળક અંગે પ્લાનિંગ કરી રહ્યા છે અને તે બીજા બાળકને જન્મ આપ્યા બાદ જ પ્રોફેશનલ કરિયર અંગે વિચારી શકશે. મીરાંની કરિયર વિશે શાહિદે કહ્યું હતું કે તે હજી 23 વર્ષની જ છે અને તે બીજા બાળકને લઈ ઉતાવળી બની છે. તે વિચારે છે કે ચોક્કસ ઉંમરે સંતાનો આવી જવા જોઈએ અને ત્યારબાદ તે આરામથી પોતાની મરજી પ્રમાણેનું કામ કરી શકે.