ઈજાને લઈને શાહિદ કપૂરે કર્યું TWEET, ફેન્સને આપ્યો આ ખાસ મેસેજ
તેલુગૂ ફિલ્મ જર્સી (Jersey)`ની હિન્દી રીમેકમાં શાહિદ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું દિગ્દર્શન ગૌતમ તિન્નનુરી કરી રહ્યાં છે.
નવી દિલ્હીઃ અભિનેતા શાહિદ કપૂર (Shahid Kapoor) હાલમાં પોતાની આગામી ફિલ્મ 'જર્સી (Jersey)'ની શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેવામાં અભિનેતાનું કહેવું છે કે ફિલ્મએ તેનું થઓડુ લોહી લઈ લીધું, પરંતુ તે ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે.
શાહિદ કપૂર (Shahid Kapoor)એ રવિવારે ટ્વીટ કર્યું, 'તમારા બધાનો ચિંતા માટે આભાર. હા મને ટાંકા આવ્યા છે, પરંતુ ઈજામાંથી ઝડપથી મુક્ત થઈ રહ્યો છું. હેશટેગજર્સીએ મારો થોડુ લોહી લઈ લીધું, પરંતુ એક સારી સ્ક્રીપ્ટ ઓછામાં ઓછી તેને યોગ્ય તો છે. તમારા બધાનું ભલુ થાય. પ્રેમ વેચતા રહો. માનવતા સૌથી ઉપર છે.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube