નવી દિલ્હી : શાહિદ કપૂરની તાજેતરમાં રિલીઝ થયેલી 'કબીર સિંહ'  બોક્સઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. આ ફિલ્મ શાહિદ કપૂર કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઇ છે. મળતી માહિતી પ્રમાણે શાહિદે તેલુગુ સુપરહિટ ફિલ્મ 'જર્સી'ના હિન્દી વર્ઝ માટે ફી તરીકે 40 કરોડ રૂપિયા માગ્યા છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'કબીર સિંહ'ની સફળતા પછી શાહિદ કપૂરે પોતાની ફી વધારીને અંદાજે 40 કરોડ રૂપિયા કરી દીધી છે. જોકે, બોલિવૂડ લાઇફ ડોટ કોમના રિપોર્ટ પ્રમાણે આ વાત ખોટી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફી વધારવાની ચર્ચા પર શાહિદ કપૂરને નિવેદન આપ્યુ છે. એક ઇન્ટરવ્યૂમાં એક્ટરે કહ્યુ, ''મારે કોઇ પણ એમાઉન્ટ મેળવવા માટે ફિલ્મ સાઇન કરવી પડશે. મને લાગે છે કે જે લોકો પૈસા કમાઇ રહ્યા છે તેઓ ભૂષણ કુમાર અને મુરાદ ખેતાનીના છે. મારી પાસે એટલું જ બેંક બેલેન્સ છે જે 'કબીર સિંહ' પહેલા હતું. પૈસા માટે મારે આગામી પ્રોજેક્ટ સાઇન કરવો પડશે.''


કબીર સિંહ સાઉથ સુરસ્ટાર વિજય દેવરકોંડાની હિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક છે. તેલુગૂમાં આ ફિલ્મ સંદીપ વાંગા રેડ્ડીએ ડાયરેક્ટ કરી હતી અને આ હિન્દી ફિલ્મને પણ એમણે જ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણી ઉપરાંત સોહમ મજૂમદાર, અર્જન બાજવા, સુરેશ ઓબેરોય, કામિની કૌશલ અને નિકિતા દત્તા મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ વર્ષની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...