નવી દિલ્હી: શાહિદ કપૂરનો માથા ફરેલ આશિકનો અભિનય ફિલ્મ શોખિનોને પસંદ આવ્યો છે. એમાંય ખાસ કરીને યુવા વર્ગમાં તો શાહિદનો રોલ માથે ચડ્યો છે. ગત શુક્રવારે રિલીઝ હિન્દી ફિલ્મ કબીર સિંહ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. માત્ર પાંચ દિવસમાં જ આ ફિલ્મે 100 કરોડ કરતાં વધુની કમાણી કરી છે. આ ફિલ્મની પહેલા દિવસની કમાણી શાહિદ કપૂરની અત્યારની તમામ ફિલ્મોની ઓપનિંગ કમાણીમાં સૌથી વધુ છે. 


ફિલ્મ સમીક્ષક તરણ આદર્શના અનુસાર કબીર સિંહ ફિલ્મનું પ્રથમ દિવસનું ઓપનિંગ સારૂ રહ્યું હતું. પ્રથમ દિવસે આ ફિલ્મે 20.21 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે આ ફિલ્મે 22.71 કરોડ અને ત્રીજા દિવસે આ ફિલ્મે 27.91 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ચોથા દિવસે આ ફિલ્મે 17.54 કરોડ અને પાંચમા દિવસે તો આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં પણ આવી ચૂકી છે. માત્ર પાંચ દિવસમાં આ ફિલ્મે 100 કરોડ કરતાં વધુની કમાણી લીધી છે. 


બોલીવુડ લેટેસ્ટ ન્યૂઝ જાણો એક ક્લિક પર