નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા કપૂરની આગામી ફિલ્મ કબીર સિંહનું નવું પોસ્ટર બુધવારે રિલીઝ થયું છે. ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યા બાદ નિર્માતા દ્વારા આ ફિલ્મનું વધુ એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં શાહિદ કપૂર ચશ્મા પહેરી બેડ બોયના લુકમાં નજર આવી રહ્યો છે. પોસ્ટરમાં એની અન્ય તસ્વીરો પણ છે અને સાથે અભિનેત્રી કિયારા અડવાણી પણ દેખાય છે. શાહિદ કપૂરે સોશિયલ મીડિયા પર પોસ્ટર પોસ્ટ કર્યું છે અને એની સાથે ટ્રેલર રિલીઝ અંગે પણ જાણકારી આપી છે. શાહિદે સ્પષ્ટતા કરી છે કે ટ્રેલર 13 મેના રોજ રિલીઝ કરાશે. 


બોલીવુડના લેટેસ્ટ ન્યૂઝ, જાણો એક ક્લિક પર