નવી દિલ્હીઃ બોલીવુડની દુનિયામાં આમ તો ઘણા કપલ છે જે પોતાની લાઇફને પર્સનલ રાખે છે પરંતુ ફિલ્મ જગતમાં અનેક એવી જોડી છે જે હંમેશા લાઇમલાઇટમાં રહે છે. આ લિસ્ટમાં સામેલ છે શાહિદ કપૂર (Shahid Kapoor) અને તેની પત્ની મીરા રાજપૂત (Mira Rajput) નું નામ. બંને સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાના પ્રેમને વ્યક્ત કરે છે. આ વખતે શાહિદ કપૂરે પોતાની પત્નીનો એક એવો વીડિયો શેર કર્યો છે જે ખુબ વાયરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં શાહિદ અને મીરા માલદીવમાં વેકેશન મનાવી રહ્યા છે અને આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર ખુબ ફોટો-વીડિયો શેર કરી રહ્યાં છે. શાહિદે આ સિલસિલામાં એક વીડિયો શેર કર્યો છે, જેના પર લોકોની પ્રતિક્રિયા આવી રહ્યાં છે. વીડિયોમાં તે સેલ્ફી મોડમાં પોતાનો કેમેરો પકડીને ઉભો છે અને શર્ટલેસ નજર આવી રહ્યો છે. પરંતુ આ વીડિયોમાં મીરા ડ્રેસ પહેરતી જોવા મળી રહી છે. 



આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકોને તે મજાકભર્યો લાગી રહ્યો છે તો અમુક લોકોને શાહિદની આ હરકત પસંદ આવી નથી. જેને લઈને કેટલાક લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube