નવી દિલ્હી : અભિનેતા શાહિદ કપૂર અને તેની પત્ની મીરાએ ભારતીય યોગ અને વેલનેસ સ્ટાર્ટઅપ સારવા (એસએઆરવીએ)માં રોકાણ કર્યું છે. તેમનો સમાવેશ હવે એ સેલિબ્રિટીઓની યાદીમાં થઈ ગયો છે જે લોકોને યોગ આધારિત વેલનેસ અને આધુનિક જીવનશૈલી જીવવા માટે પ્રેરણા આપે છે. આ સેલિબ્રિટીઓની યાદીમાં જેનિફર લોપેઝ, એલેક્સ રોડ્રિગેજ અને અન્ય હસ્તી શામેલ છે. એક યોગથી બિઝનેસમેન બનેલા સર્વેશ શશિના વડપણમાં શરૂ થયેલા સ્ટાર્ટઅપ સારવામાં રોકાણ કરનાર સેલિબ્રિટીમાં મલાઇકા અરોરાનો પણ સમાવેશ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Videos : પગમાં વાગ્યું હોવા છતાં પ્રિયંકાએ કર્યો જબરદસ્ત ડાન્સ, બધાની આંખો થઈ પહોળી


શાહિદનો સમાવેશ બોલિવૂડના ફિટ સ્ટાર્સમાં થાય છે અને એના ફિટનેસ રૂટિનથી અનેક લોકોને પ્રેરણા મળે છે. શાહિદની પત્ની મીરા પણ સ્વસ્થ જીવનશૈલી અને ઓર્ગેનિક ખાનપાનની સમર્થક રહી છે. 


શાહિદે હાલમાં નિવેદન આપ્યું છે કે ''હું જ્યારે ટીનેજર હતો ત્યારથી ફિટનેસ અને વેલનેસ સાથેના મારા સંબંધની શરૂઆત થઈ હતી. મને ફિટનેસ અને સ્વસ્થ જીવનના ફાયદા ખબર છે. આ કારણે હું જ્યારે સર્વેશને મળ્યો કે તરત તેની સાથે જોડાવાનું નક્કી કર્યું. હું અને મીરા એવા લોકોનું જીવન સુધારવાની દિશામાં કામ કરવા ઇચ્છીએ છીએ જે તણાવ, ચિંતા, ડિપ્રેશન તેમજ નિંદરને લગતી સમસ્યાથી પરેશાન છે.''


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...