નવી દિલ્હી : સ્ટારપ્લસના લોકપ્રિય ટીવી શો 'યે હૈં મોહબ્બતેં'માં પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતી લેનાર એક્ટ્રેસ શહેનાઝ રિઝવાન (સંતોષી ભલ્લા) બહુ જલ્દી શો છોડી દેવાની છે. શહનાઝે આ વાતનો ખુલાસો એક ઇન્ટરવ્યૂમાં કર્યો છે. તેણે આ ઇન્ટરવ્યૂમાં પોતાના સહકલાકારો દિવ્યંકા ત્રિપાઠી, પંકજ ભાટિયા, અનુરાગ અને કરણ પટેલના ભારોભાર વખાણ કર્યા છે. હકીકતમાં શહેનાઝનો પરિવાર લંડનમાં રહે છે અને તે પોતાના પરિવારની સાથે રહેવા માગે છે. આ કારણોસર શહનાઝે શો છોડીને પરિવાર પાસે લંડન ચાલ્યા જવાનો નિર્ણય કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેપી બર્થ-ડે મુકેશ અંબાણી, એક મિનિટમાં કરે છે સરેરાશ ભારતીયની વરસની આવક કરતા વધારે કમાણી


શહેનાઝ આ સિરિયલમાં કામ કરવા માટે જ પોતાના પરિવારને છોડીને લંડનથી મુંબઈ આવી હતી. હકીકતમાં શહેનાઝના દીકરા મવાને એક ફિલ્મ બનાવી હતી જેમાં શહેનાઝે એક્ટિંગ કરી હતી. આ એક્ટિંગ જોઈને તેને એકતા કપૂરે તેને '' યે હૈં મોહબ્બતેં''માં કામ કરવાની તક આપી હતી. આ સિરિયલ માટે શહેનાઝ છેલ્લા 5 વર્ષથી મુંબઈ એકલી રહે છે. જોકે હવે તેને પોતાના પરિવારની યાદ સતાવતી હોવાના કારણે તેણે લંડન પરત ફરવાનો નિર્ણય કર્યો છે. 



આ સિરિયલમાં શહેનાઝની એક્ટિંગ જોઈને તેના ચાહકોની સંખ્યામાં સારો એવો વધારો થયો છે. તે નાનપણથી જ એક્ટિંગની દુનિય સાથે જોડાયેલી છે અને તેણે 5 વર્ષની વયે પહેલો એવોર્ડ જીત્યો હતો. શહેનાઝ પાસે અનેક ફિલ્મોની ઓફર છે. એકતા કપૂરે પણ તેને એક ફિલ્મમાં રોલ આપવાનો વાયદો કર્યો છે.